________________
૧. જીવાજીવ અધિકાર
प्रकटितपरमार्थैर्दर्शनज्ञानवृत्तै:
कृत परिणतिरात्माराम एवं प्रवृत्तः ॥३१ ॥
એમ સર્વ ભાવકભાવ અને જ્ઞેયભાવરૂપ અન્ય ભાવોથી વિવેક એટલે ભેદજ્ઞાન થતાં આ ઉપયોગ સ્વયં એક આત્માને ધારણ કરતો નિશ્ચય દર્શનશાનચારિત્રને પ્રગટ કરીને તેમાં પરિણમતો આત્મારૂપી આરામસ્થાનમાં રમી રહ્યો છે. (કલશ ૩૧)
૪૧
એમ દર્શનજ્ઞાનચારિત્રમાં પરિણમેલા આત્માને સ્વરૂપજ્ઞાન કેવું હોય છે તેનું વર્ણન કરતાં આ જીવ અધિકારનો ઉપસંહાર કરે છે ઃ
अहमिको खलु सुद्धो दंसणणाणमइओ सदारूबी । वि अस्थि मज्झ किंचिवि अण्णं परमाणुमित्तंपि ॥ ३८ ॥ એક અરૂપી શુદ્ધ હું, દૃશ્-જ્ઞાનાદિક પાત્ર; નથી અન્ય મારું કંઈ, ત્રિભુવનમાં અણુ માત્ર. ૩૮
અગાઉ જે ખરેખર અનાદિ મોહની ઉન્મત્તતાથી અત્યંત અપ્રતિબુદ્ધ હતો, તેને વૈરાગ્યવાન ગુરુએ વારંવાર ઉપદેશ આપીને જાગૃત કર્યો ત્યારે હાથમાં રહેલા વિસ્તૃત સુવર્ણને જોવાના દૃષ્ટાંતે પરમેશ્વરરૂપ આત્માને જાણીને, શ્રદ્ધા કરીને, તથા અનુભવીને સમ્યક્ એક આનંદસ્વરૂપ થયેલો તે સ્વરૂપનું વર્ણન કરતાં કહે છે કે આત્માથી જ પ્રત્યક્ષ એવી ચૈતન્યજ્યોતિમાત્ર આત્મા, તે હું છું; તે વળી અનંત ગુણપર્યાયથી નિરંતર પરિણમવા છતાં મારું ચૈતન્યસ્વરૂપ એકરૂપે જ કાયમ રહે છે, તેથી હું એક છું; જીવ-નરનારકાદિ અશુદ્ધ પર્યાયો અને અજીવ-દેહાદિ તથા પુણ્ય પાપ આદિ નવ તત્ત્વો મિશ્રરૂપ છે, તેમાંથી જાદો જ્ઞાનસ્વરૂપે અનુભવાતો હું સદા શુદ્ધ છું; ચૈતન્યમાત્ર છતાં સામાન્ય અને વિશેષ ઉપયોગલક્ષણને ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org