________________
YO
શ્રી સમયસારે મારા સ્વભાવભાવને હું સ્વયં અહીં અનુભવું છું. મોહ મારો કોઈ સંબંધી નથી, નથી. હું તો શુદ્ધ ચૈતન્યઘન તેજનો જ ભંડાર છું.
, (લશ ૩૦) હવે જ્ઞાતા યભાવ સંબંધી વિવેકના પ્રકારને કહે છે. णत्थि मम धम्मआदी बुज्झदि उवओग एव अहमिको । तं धम्मणिम्ममत्तं समयस्स वियाणया विंति ॥३७॥ ધર્મ આદિ મારાં નથી, હું ઉપયોગી એક એ ધર્મ નિર્મમત્વ છે, સમયશ-ઉર-વિવેક. ૩૭ . આ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવાદિ શેયભાવોને સમસ્ત વિશ્વને જાણવારૂપે વિકસિત થતી પ્રચંડ ચૈતન્યશક્તિએ જાણે કે કોળિયો કરીને આત્માના જ્ઞાનગુણમાં શમાવી દીધા છે. પરંતુ આત્મામાં મગ્ન થઈને પ્રકાશતાં તે દ્રવ્યો, ટંકોત્કીર્ણ એક જ્ઞાન સ્વભાવરૂપ મારા સ્વભાવથી ભિન્ન છે અને પોતાનું બાહ્યતત્ત્વપણું છોડવાનો નિશ્ચયથી અસમર્થ છે, તેથી તે ખરેખર મારાં નથી. વળી આ સ્વયં સદા ઉપયોગસ્વરૂપે અનુભવાતો ભગવાન આત્મા તે સર્વથી ભિન્ન જ જણાય છે. એમ ખરેખર હું એક છું, તેથી જ્ઞયજ્ઞાયકભાવ માત્રથી પરસ્પર મિશ્ર જણાતા તે ધર્માદિ સર્વ શેયભાવોને ભિન્ન સમજીને તે પ્રત્યેથી મમતા-મારાપણાના ભાવને હું ત્યાગું છું. એ રીતે આત્મા સદા એત્વમાં જ પરિણમે છે, કારણ કે સમય જે મૂળદ્રવ્ય તેની એમ જ સ્થિતિ છે. તેથી ધર્માદિ મારાં ” નથી. આ પ્રમાણે શેયભાવનો વિવેક થાય છે.
' માલિની इति सति सह सर्वैरन्यभावैर्विवेके स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकम् ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org