________________
૧. જીવાજીવ અધિકાર
૩૭. કરી હતી તેનું સમાધાન કર્યું.
એ પ્રકારે આ અજ્ઞાની જીવ અનાદિ મોહની સંતતિથી આત્મા અને દેહના એકત્વના સંસ્કારને પામેલો અત્યંત અપ્રતિબદ્ધ હતો તે હવે તત્ત્વજ્ઞાનરૂપ જ્યોતિના પ્રગટ થવાથી-વિકારી નેત્ર અવિકારી થતાં યથાર્થ જાએ તેમ-આવરણ ટળી જતાં સાક્ષાત્ દ્રષ્ટારૂપ પોતાને પોતાવડે યથાર્થ શ્રદ્ધને પછી સ્વસ્વરૂપને અનુસરવાની ઇચ્છાથી પૂછે છે, કે આત્માને અન્યદ્રવ્યનું પ્રત્યાખ્યાન કેવી રીતે થાય ? તેના ઉત્તરમાં કહે છે -
सव्वे भावे जमा पच्चक्खाई परेत्ति णादूणं । तह्मा पच्चक्खाणं णाणं णियमा मुणेयव्वं ॥३४॥ જો, જીવથી પર જાણીને, ત્યાગે સર્વ પદાર્થ; કે જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે, વિચારતાં પરમાર્થ. ૩૪
પરદ્રવ્ય-સ્વભાવવાળા સર્વ અન્ય ભાવો સ્વસ્વભાવરૂપ આત્મામાં વ્યાપેલા નથી, એમ જ્ઞાન થતાં જ આત્મા તેને ત્યાગે છે. પ્રથમ જે જાણે છે તે જ પછી ત્યાગે છે, બીજો કોઈ ત્યાગનાર નથી. ન ગ્રહણ કરવા રૂપ ત્યાગ છે તેથી ત્યાગવારૂપ ભિન્ન કર્તાપણું કહેવામાત્ર છે. પરમાર્થથી તો સ્વભાવથી ન પડવારૂપ જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે, એમ અનુભવાય છે. અર્થાત્ રાગાદિ વિકલ્પોની ઉપાધિથી રહિત સ્વસંવેદનજ્ઞાનરૂપ જે શુદ્ધ આત્માનો અનુભવ થાય છે, તે જ નિશ્ચયપ્રત્યાખ્યાન છે. •
એમ જ્ઞાતાને જાણવા સાથે પ્રત્યાખ્યાન હોવામાં કર્યું દ્રષ્ટાંત છે? તે કહે છે. जह णाम कोवि पुरिसो परदव्वमिणंति जाणिदुं चयदि । तह सव्वे परभावे णाऊण विमुंचदे णाणी ॥३५॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org