________________
૩૪
શ્રી સમયસાર એક આત્માદ્વારા ભિન્ન જાણે; વળી ભાવેન્દ્રિયથી ગ્રહણ થતા સ્પર્શાદિ વિષયો શેયજ્ઞાનની નિકટતાથી આત્મા સાથે એકરૂપ લાગે છે તેને અસંગ આત્માનો ભિન્ન અનુભવ કરીને સર્વથા ભિન્ન જાણે. એ પ્રમાણે દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયોને જીતીને સર્વ
યજ્ઞાયકસંકર દોષ દૂર કરવા વડે એકત્વમાં ટંકોત્કીર્ણ, અને વિશ્વમાં સર્વોત્કૃષ્ટ, સદા પ્રગટ, સ્વતઃસિદ્ધ, પરમાર્થ સત્તારૂપ અને દિવ્ય એવા જ્ઞાનસ્વભાવવડે અધિક હોવાથી સર્વ દ્રવ્યથી વાસ્તવિક ભિન્ન ઓળખાતા ભગવાન આત્માને જે અનુભવે છે તે ખરે ! જિતેંદ્રિય જિન છે. એમ એક નિશ્ચયસ્તુતિ છે.
I હવે ભાવ્યભાવસંકર દોષને દૂર કરવારૂપે બીજી નિશ્ચયસ્તુતિ કહે છે :--
जो मोहं तु जिणित्ता णाणसहावाधियं मुणइ आदं । तं जिदमोहं साहुं परमट्टवियाणया विंति ॥३२॥ જ્ઞાનગુણાધિક આત્મને, જાણે જીતી મોહ;
કહે વિજ્ઞજન તેહને, આ મુનિ છે જિતમોહ. ૩૨ ( રાગાદિ વિભાવમાં પરિણમેલો આત્મા તે ભાવ્ય છે અને રસ આપવાને તત્પર એવા ઉદયમાં આવતા મોહકર્મોના પુદ્ગલો તે ભાવક છે. એ બન્ને આત્માના શુદ્ધ સ્વરૂપથી ભિન્ન છતાં અભિન્ન મનાય તે ભાવ્યભાવકસંકર દોષ છે. તે દોષને ટાળીને જે જ્ઞાનસ્વભાવથી અધિક એવા ભિન્ન આત્માનો સ્વસંવેદનજ્ઞાન વડે અનુભવ કરે છે, તે જિતમોહ મુનિ છે. તે આ પ્રકારે :
કર્મને ઉદયથી ફળ આપવા યોગ્ય થયેલ મોહ કે મિથ્યાત્વ તથા રાગદ્વેષ, કષાય-નોકષાય, કર્મ-નોકર્મ આદિ તે ભાવક છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org