________________
શ્રી સમયસાર पृथगथ विलसंतं स्वं समालोक्य येन त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम् ॥२३॥
અરે ભાઈ ! કોઈ પણ પ્રકારે મરીને પણ (પર્યાય દ્રષ્ટિનો ત્યાગ કરીને) આત્માને જાણવાની ઉત્કંઠાથી એક મુહૂર્ત માત્ર, શરીરનો પાડોશી રહીને અનુભવ કર. તો તરત જ પુદ્ગલથી ભિન્ન પ્રકાશતું એવું પોતાનું સ્વરૂપ તું જોઈશ અને તારો પુદ્ગલ સાથે એકતા માનવારૂપ મોહ દૂર થશે. (કલશ ૨૩)
અહીં અપ્રતિબદ્ધ શંકા કરે છે. जदि जीवो ण शरीरं तित्थयरायरियसंथुदी चेव । सव्वावि हवदि मिच्छा तेण दु आदा हवदि देहो ॥२६॥ મિથ્યા સ્તુતિ ગુરુ-દેવની, જો તનરૂપ ન જીવ; તેથી આત્મા એ જ આ, તન છે પ્રગટ અતીવ. ૨૬ - આત્મા એ જ શરીર-પુદ્ગલદ્રવ્ય ન હોય તો તીર્થકર, આચાર્ય વગેરેની ક્રાંતિ, તેજ, ધ્વનિ, લક્ષણ આદિની સ્તુતિ સર્વ મિથ્યા કરે. જેમકે.
શાર્દૂલવિક્રીડિત कात्यैव नपयंति ये दशदिशो. धाना निरंधंति ये धामोद्दाममहस्विनां जनमनो मुष्णंति रूपेण ये । दिव्येन ध्वनिना सुखं श्रवणयोः साक्षात्क्षरन्तोऽमृतं । वंद्यास्तेऽष्टसहस्रलक्षणधरास्तीर्थेश्वराः सूरयः ॥२४॥
જેઓ પોતાની કાંતિથી દશે દિશાઓને ઉજ્વલ કરે છે, પોતાના તેજથી સૂર્યના તેજને ઢાંકી દે છે, રૂપથી મનુષ્યના મનને હરી લે છે અને દિવ્ય ધ્વનિવડે જાણે સાક્ષાત્ અમૃત રેડતા હોય તેમ શ્રવણોને (શ્રવણ કરનાર ભવ્યોને) સુખ ઉપજાવે છે, તે એક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org