SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમયસાર પરદ્રવ્યરૂપ નથી અને પરદ્રવ્ય તે આત્મા નથી, વળી મારાં પરદ્રવ્ય નથી અને પરદ્રવ્યનો હું નથી, ભૂતકાળમાં આત્મા ને પરદ્રવ્ય ભિન્ન હતાં અને ભાવિમાં ભિન્ન જ રહેશે, ત્રણે કાળ આત્મા તે આત્મા અને પરદ્રવ્ય તે પરદ્રવ્ય છે એમ સત્ય સમજણ કરનાર પ્રતિબુદ્ઘ તરીકે ઓળખાય છે. ૨૮ એ રીતે જગતના સર્વ જીવો મોહનિદ્રામાંથી જાગે અને આત્મજ્ઞાનનો અનુભવ કરે એવી ભાવના દર્શાવે છે : માલિની त्यजतु जगदिदानीं मोहमाजन्मलीनं रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत् । इह कथमपि नात्मानात्मना साकमेक: किल कलयति काले क्वापि तादात्म्यवृत्तिम् ॥ २२ ॥ અનાદિ સંસાર કાળથી જેમાં લીનતા કરી છે, એવા મોહને જગત હવે તો તજે અને આત્માના રસિયા મહાત્માઓને જે પ્રિય છે એવા શુદ્ધ આત્મજ્ઞાનનો સ્વાદ લે ! કારણ કે આ જગતમાં આત્મા કોઈ પણ કાળે, કોઈ પણ સ્થળે અનાત્મદ્રવ્ય સાથે તાદાત્મ્યપણે એકરૂપ થઈ શકતો નથી. (કલશ ૨૨) અપ્રતિબુદ્ધને જાગૃત કરવા પ્રયત્ન કરે છે : अण्णाणमोहिदमदी मज्झमिणं भणदि पुग्गलं दव्वं । बद्धमबद्धं च तहा जीवो बहुभावसंजुत्तो ॥ २३ ॥ सव्वण्हुणाणदिट्ठो जीवो उवओगलक्खणो णिच्चं । कह सो पुग्गलदव्वीभूदो जं भणसि मज्झमिणं ॥२४॥ जदि सो पुग्गलदव्वीभूदो जीवत्तमागदं इदरं । तोसत्तो वत्तुं जे मज्झमिणं पुग्गलं दव्वं ॥२५॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy