________________
૧. જીવાજીવ અધિકાર
૨૫
માલિની कथमपि समुपात्तत्रित्वमप्येकताया अपतितमिदमात्मज्योतिरुद्गच्छदच्छम् । सततमनुभवामोऽनंतचैतन्यचिहूं ।
न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः ॥२०॥ કોઈ અપેક્ષાએ ત્રણરૂપ હોવા છતાં જે એકતાને તજતી નથી એવી આ આત્મજ્યોતિ નિર્મળ પ્રકાશે છે. તે અનંત ચૈતન્ય લક્ષણવાળી છે. તેને અમે નિરંતર અનુભવીએ છીએ. ખરેખર એ રીતે જ સાધ્યની સિદ્ધિ છે, બીજી રીતે નથી. (કલશ ૨૦)
આત્મા જ્ઞાન સાથે તાદાભ્યરૂપ હોવાથી તે પોતાને ઉપાસે જ. તો પછી આત્માને ઉપાસવાનો ઉપદેશ શા માટે ? એમ કોઈ શંકા કરે તેના ઉત્તરમાં કહે છે કે એમ નથી. જ્ઞાનતાદાત્મ છતાં
જ્યાં સુધી સ્વયં કે પરના ઉપદેશથી આત્મજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી તે ઉપાસના થઈ શક્તી નથી. તેથી જેમ સૂતેલો માણસ પોતાની મેળે કે કોઈના જગાડવાથી જાગે નહીં ત્યાં સુધી અજાગૃત રહે છે, તેમ જ્ઞાનપ્રાપ્તિનું કારણ ન મળે ત્યાં સુધી જીવ અપ્રતિબુદ્ધ રહે છે.
એમ અપ્રતિબુદ્ધ (અજ્ઞાનરૂપી ઊંઘમાં પડેલો બહિરાત્મા) કયાં સુધી રહેશે? તેના ઉત્તરમાં ભેદજ્ઞાનનું સ્વરૂપ કહે છે : कम्मे णोकम्मह्मि य अहमिदि अहकं च कम्मणोकम्मं । जा एसा खलु बुद्धी अप्पडिबुद्धो हवदि ताव ॥१९॥ દેહ-કર્મમાં હું અને, તે મારાં અવિરુદ્ધ એ બુદ્ધિ રહે ત્યાં સુધી, ચેતન અપ્રતિબુદ્ધ. ૧૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org