SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જીવાજીવ અધિકાર ૨૩ અનુષ્ટ્રપ दर्शनज्ञानचारित्रैस्त्रित्वादेकत्वतः स्वयं । मेचकोऽमेचकश्चापि सममात्मा प्रमाणतः ॥१६॥ આત્મા પોતે એક છતાં દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ પ્રકારે પરિણમે છે. એમ પ્રમાણદૃષ્ટિથી દ્રવ્યપર્યાયને સાથે જોતાં આત્મા એક સાથે અમેચક (ભેદ રહિત) છે અને મેચક (ભદવાળો) પણ છે. મેચક એટલે પચરંગી-ભેદવાળો. (કલશ ૧૬) અનુરુપ दर्शनज्ञानचारित्रैस्त्रिभिः परिणतत्त्वतः । एकोऽपि त्रिस्वभावत्वाद् व्यवहारेण मेचकः ॥१७॥ परमार्थेन तु व्यक्तज्ञातृत्वज्योतिषैककः । सर्वभावांतरध्वंसि स्वभावत्वादमेचकः ॥१८॥ દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ પ્રકારે પરિણમતો આત્મા, એક છતાં ત્રણ સ્વભાવવાળો હોવાથી વ્યવહારથી મેચક છે; નિશ્ચયથી તો પ્રગટ જ્ઞાયક જ્યોતિરૂપ સર્વ પરભાવથી મુક્ત એક સ્વભાવવાળો હોવાથી અમેચક છે. (કલશ ૧૭-૧૮) અનુરુપ आत्मनश्चिंतयैवालं मेचकामेचकत्वयोः । दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा ॥१९॥ આત્મા વિષે મેચક અમેચકની ચિંતા ન કરો; કારણ કે દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ સાધ્યની સિદ્ધિ છે, બીજી રીતે નથી. (કલશ ૧૯) એ જ વાતને બે ગાથામાં દૃષ્ટાંતદ્વારા કહે છે -- Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy