________________
૨૨.
શ્રી સમયસાર
જ્ઞાનદર્શનથી અને બહિરંગમાં યોગની ચેષ્ટાથી પ્રકાશે છે, સહજ છે, સદા ગુણપર્યાયરૂપે પરિણમે છે, ઊછળતા ચૈતન્યના પર્યાયોરૂપ - મોજાંઓથી ભરપૂર છે, મીઠાની કાંકરીની જેમ સર્વદા લીલાયુક્ત એક રસને અવલંબન કરે છે, તે પરમ તેજ અમને પ્રાપ્ત હો!
(કલશ ૧૪) - અનુષ્પ एष ज्ञानघनो नित्यमात्मा सिद्धिमभीप्सुभिः ।
साध्यसाधकभावेन द्विधैकः समुपास्यताम् ॥१५॥ સિદ્ધિને ઇચ્છનારા સાધકોએ આ જ્ઞાનઘન એક શુદ્ધ આત્મા સાધ્ય (કાર્ય સમયસાર) અને સાધક (કારણ સમયસાર) એમ બે પ્રકારે નિત્ય ઉપાસવો જોઈએ. (કલશ ૧૫)
રત્નત્રય એ સાધકભાવ છે તેને ભેદભેદ રૂપે કહે છે :• दंसणणाणचरित्ताणि सेविदव्वाणि साहुणा णिच्चं । ताणि पुण जाण तिण्णि वि अप्पाणं चेव णिच्छयदो ॥१६॥ દર્શન જ્ઞાન ચરિત્ર નિત, સેવ્ય સાધુને માન; નિશ્ચયથી ત્રણ રન એ, આત્મા એક જ જાણ. ૧૬
જે ભાવથી આત્માની સાથે-સાધનરૂપે સિદ્ધિ થાય તે ભાવથી તે નિત્ય ઉપાસવા યોગ્ય છે એમ વિચારીને, આત્મસાધક સાધુએ દર્શનજ્ઞાનચારિત્ર નિત્ય ઉપાસવાયોગ્ય છે એમ ઉપદેશ કરાય છે. એ દર્શનશાનચારિત્ર પણ નિશ્ચયથી જોતાં એક જ આત્મારૂપ છે. જેમ કે દેવદત્તની શ્રદ્ધા, દેવદત્તનું જ્ઞાન ને દેવદત્તનું આચરણ એ ત્રણે દેવદત્તના સ્વભાવ સિવાય બીજે ક્યાંય નથી, તેમ દર્શનજ્ઞાનચારિત્ર એ રત્નત્રય અભેદ દ્રષ્ટિથી જોતાં આત્મા સિવાય બીજે કયાંય નથી. તેથી એક આત્મા જ ઉપાસવાયોગ્ય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org