________________
૧. જીવાજીવ અધિકાર
૧૯
સ્પર્શાયેલો નથી. જેમ કુંભારના ચાક ઉપર ફરતો માટીનો પિંડ જુદા જુદા આકારે થવા છતાં વાસ્તવિકપણે અનન્ય એટલે માટીરૂપે જ રહે છે, તેવી રીતે ચારગતિરૂપ સંસારચક્રમાં ફરતો આત્મા નરનારકાદિ પર્યાયોને ધારણ કરવા છતાં નિશ્ચયથી તો અનન્ય એટલે આત્મારૂપે જ રહે છે. જેમ સમુદ્ર ભરતીઓટ અવસ્થાવાળો છતાં ખરી રીતે પોતાની નિયત મર્યાદાને ઓળંગતો નથી, તેવી રીતે આત્મા નાનાં મોટાં શરીરના આકારે થવા છતાં નિશ્ચયથી તો પોતાના નિયત અસંખ્યાતા પ્રદેશોથી લેશ પણ વધતો ઘટતો નથી. જેમ સુવર્ણમાં ભારે, પીળો, ચીકણો વગેરે ગુણોને આધારે ભેદ પડવા છતાં વાસ્તવિક રીતે સુવર્ણ ભેદરહિત છે, તેવી રીતે આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણોના આધારે ભેદ પડવા છતાં વાસ્તવિક રીતે આત્મા ભેદરહિત-અવિશેષ છે, જે પાણી અગ્નિના સંયોગથી ઉષ્ણ થવા છતાં વાસ્તવિકપણે સ્વભાવથી તો તેથી જાદું શીતળ જ છે, તેમ આત્મા કર્મના ઉદયને કારણે રાગાદિ વિભાવમાં પરિણમવા છતાં નિશ્ચયથી તો સહજ સ્વભાવે સ્વયં બોધબીજસ્વભાવ રૂપ, રાગાદિથી ભિન્ન અસંયુક્ત જ છે. અર્થાત્ વ્યવહારનયથી જોતાં આત્મામાં બદ્ધસૃષ્ટાદિ ભાવો રહેલા છે; પરંતુ નિશ્ચયનયથી જોતાં આત્મા તેથી રહિત છે.
માલિની
न हि विदधति बद्धस्पृष्टभावादयोऽमी स्फुटमुपरितरंतोऽप्येत्य यत्र प्रतिष्ठाम् । अनुभवतु तमेव द्योतमानं समंतात् जगदपगतमोहीभूय सम्यक्स्वभावम् ॥११॥
જેમાં આ બદ્ધસૃષ્ટાદિ ભાવો સ્પષ્ટપણે ઉપર તરી આવતા છતાં સ્થાનને પામતા નથી, એવા આત્માના જળહળજ્યોતિસ્વરૂપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org