________________
૧૬
શ્રી સમયસાર પડાય છે. એ સતત વિવિક્ત એકરૂપ શુદ્ધાત્મજ્યોતિનો હે ભવ્યો ! તમે પ્રતિસમય અનુભવ કરો.
(કલશ ૮) હવે સર્વ અવસ્થામાં એકત્વપણે પ્રકાશિત આત્માને જાણવાનો ઉપાયરૂપ જે પ્રમાણ-નય-નિક્ષેપ છે, તે પણ નિશ્ચયનયથી જોતાં અભૂતાર્થ છે. તે કહે છે:
આત્માનો જ્ઞાન ગુણ છે, તે પ્રમાણ કહેવાય છે. તેમાં મતિશ્રત, ઇન્દ્રિય અને મન દ્વારા થતાં હોવાથી, પરોક્ષ પ્રમાણ છે; અવધિ-મન:પર્યવ દેશપ્રત્યક્ષ અને કેવલ સકલપ્રત્યક્ષ પ્રમાણ છે. આ પ્રમાણરૂપ જ્ઞાનના ભેદો તથા જ્ઞાતા, જોય ને જ્ઞાન (પ્રમાતા, પ્રમેય અને પ્રમાણ) રૂપ ભેદો એ સર્વ, વિકલ્પરૂપ ભેદદ્રષ્ટિથી જોતાં, ભૂતાર્થ છે. પરંતુ એક અખંડ જીવસ્વભાવનો અનુભવ કરતાં એ સર્વ અભૂતાર્થ છે. તેમ જ નય પણ ઘણા છે. તેમાં જે મુખ્યત્વે મૂળ દ્રવ્યસ્વભાવનો લક્ષ કરાવે તે દ્રવ્યાર્થિક નય અને જેમાં પર્યાયની પ્રધાનતા હોય તે પર્યાયાર્થિક નય એ બે મુખ્ય નય છે. તે નયો દ્રવ્ય-પર્યાયથી ભેદ પાડીને આત્માનો વિચાર કરવામાં ભૂતાર્થ છે, પરંતુ દ્રવ્ય-પર્યાયના ભેદ રહિત એક અખંડ વસ્તુમાત્ર જીવસ્વભાવનો અનુભવ કરવામાં અભૂતાર્થ છે. તેવી રીતે નામ, સ્થાપના, દ્રવ્ય ને ભાવ એ ચાર-અનુક્રમે સંજ્ઞા, પ્રતિક, ભૂતભાવિ પર્યાય અને વર્તમાન પર્યાયને કહેનાર-નિક્ષેપવડે વસ્તુનો વિચાર કરાય છે. તે નિક્ષેપચક્ર વસ્તુને ભિન્ન ભિન્ન લક્ષણથી વિચારવામાં ભૂતાર્થ છે, પરંતુ સર્વ અન્ય લક્ષણથી રહિત માત્ર સ્વલક્ષણયુક્ત એક અખંડ જીવસ્વભાવનો અનુભવ કરવામાં અભૂતાર્થ છે. એમ પ્રમાણ, નય, નિક્ષેપ એ સર્વ ભેદોમાં અખંડ એક આત્મતત્ત્વજ પ્રકાશે છે. અર્થાતુ નિશ્ચયથી એક શુદ્ધાત્માનો લક્ષ થતાં એ સર્વ લય પામે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org