________________
૧૪
શ્રી સમયસાર શુદ્ધનયને આધીન ભિન્ન આત્માની જ્યોતિ નવ તત્ત્વમાં એકરૂપે જ પ્રકાશે છે. અર્થાત્ શુદ્ધનયના અવલંબને આત્માનો લક્ષ થાય છે. પરના સંબંધને બતાવનાર વ્યવહારનય છે. (લશ ૭)
भूयत्वेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च ।
आसवसंवरणिजरबंधो मोक्खो य सम्मत्तं ॥१३॥ દે સમ્યકત્વ ભૂતાર્થગત, જીવ અજીવ પુણ્ય પાપ; આસવ સંવર નિર્જરા, બંધ મોક્ષ એ આપ. ૧૩
આ નવતત્વને સ્યાદ્વાદપૂર્વક યથાર્થ સમજતાં સમ્યફદર્શન પ્રગટ થાય છે. કારણ કે તીર્થપ્રવૃત્તિ નિમિત્તે વ્યવહારનયથી આ નવતત્ત્વનું ભેદ પાડીને કથન કરાય છે, પરંતુ નિશ્ચયનયથી તે નવે તત્ત્વમાં એક આત્મતત્ત્વ જણાય છે. તે આત્મતત્ત્વને એક શુદ્ધ સ્વરૂપના લક્ષે જોતાં આત્મભાન લક્ષણવાળી આત્માનુભૂતિ પ્રગટ થાય છે. જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવતત્ત્વ જીવ-અજીવના સંયોગજનિત છે. તેથી એ નવ તત્ત્વનો જીવ ને અજીવ એ બે તત્ત્વમાં સમાવેશ થાય છે. વિકારી થવા યોગ્ય તે જીવ અને વિકાર કરનાર તે અજીવ, એ બેના સંયોગથી પુણ્ય તથા પાપ તત્ત્વ બનેલાં છે. એ રીતે જેમાં આસવ થાય છે તે આસાવ્ય જીવ અને જે પુદ્ગલ વર્ગણા આસવે છે તે આસાવક અજીવ, એ બેના સંયોગથી આસ્રવ તત્ત્વ બનેલું છે. તેમજ સંવાર્ય-સંવારક, નિર્જ-નિર્જરક, બંધ્ય-બંધક, મોગ્યમોચક રૂપે એ દરેક તત્ત્વ જીવ-અજીવના સંયોગથી બનેલાં છે. વ્યવહારનય સંયોગજન્ય ભાવને ગ્રહણ કરે છે, તેથી આ નવતત્ત્વ જીવઅજીવના અનાદિ બંધપર્યાયથી જોતાં ભૂતાર્થ એટલે યથાર્થ છે. પરંતુ નિશ્ચયથી એક જીવસ્વભાવના લક્ષે જોતાં અભૂતાર્થ છે. કારણ કે નિશ્ચયનય જીવના પરિણામને ચેતનરૂપ અને અજીવના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org