SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમયસાર જરૂરનો છે. તીર્થ એટલે વ્યવહારધર્મના ભિન્ન ભિન્ન ઉપાય અને તીર્થફલ એટલે તત્ત્વ અથવા સ્વરૂપપ્રાપ્તિ. એ બે માટે બન્ને નયની જરૂર છે. તેથી કહ્યું છે કે ૧૨ जई जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुयह । एक्केण विणा छिज्जन तित्थं अण्णेण उण तच्चं ।। જો જિનમતને પ્રવર્તાવવા ઇચ્છતા હો તો વ્યવહાર અને નિશ્ચયમાંથી એકેયને ન મૂકો; કારણ કે વ્યવહાર વિના તીર્થનો લોપ થાય છે અને નિશ્ચય વિના તીર્થફલનો લોપ થાય છે. માલિની उभयनयविरोधध्वंसिनि स्यात्पदांके जिनवचसि रमंते ये स्वयं वांतमोहाः । सपदि समयसारं ते परं ज्योतिरुच्चैरनवमनयपक्षाक्षुण्णमीक्षत एव જિનવચન બન્ને નયના વિરોધને મટાડનાર સ્યાત્પદથી અંકિત છે. તે સ્યાદ્વાદયુકત જિનવચનમાં જે રમે છે, તેઓ શીઘ્ર દર્શનમોહનો નાશ કરીને અન્ય મતોથી ખંડિત ન થઈ શકે એવા ૫૨મજ્યોતિરૂપ સનાતન સમયસારને અવશ્ય જાએ છે. (કલશ ૪) માલિની व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्यामिह निहितपदानां हंत हस्तावलंब: तदपि परममर्थं चिच्चमत्कारमात्रं परविरहितमंतः पश्यतां नैष किंचित् ॥५ ॥ વ્યવહારનય નીચેનાં પગથિયા પર પગ મૂકનારા માટે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy