________________
૧૧
૧. જીવાજીવ અધિકાર
જેમ કે માટીવાળું પાણી પીનારા અનર્થને અનુભવે છે અને કોઈ તે પાણીમાં કાકફળ નાખીને પાણી નીતર્યું, પોતાનું પ્રતિબિંબ દેખાય તેવું થાય ત્યારે પીએ છે. તેમ વ્યવહારથી મોહિત થયેલા અજ્ઞાની, પ્રગટ થતા નાના પ્રકારના અશુદ્ધ ભાવોને અનુભવે છે અને ભૂતાર્થદર્શો તો પોતાની બુદ્ધિમાં શુદ્ધનયરૂપી કતફળ નાખીને, તે અનુસાર થતા બોધથી આત્મા અને રાગાદિ વિભાવપરિણામરૂપ કર્મભાવનો વિવેક કરે છે અને તેથી પ્રગટ થતા પોતાના આત્માકાર સહજ એક ગ્લાયકભાવને અનુભવે છે. એ રીતે જે ભૂતાર્થને આશ્રય કરે છે, તે આત્માને સમ્યક્ઝકારે શ્રદ્ધતાં સમ્યવ્રુષ્ટિ થાય છે, તેથી તે આત્માર્થને સાધે છે. માટે ભિન્ન આત્માનો અનુભવ કરનારાઓએ વ્યવહારનય અનુસરવાનો નથી. યથાવસર તે વ્યવહારનય પણ જરૂરનો છે :सुद्धो सुद्धादेसो णायव्वो परमभावदरिसीहिं । ववहारदेसिदा पुण जे दु अपरमे द्विदा भावे ॥१२॥ "શુદ્ધાદેશી શુદ્ધનય, જાણે જ્ઞાની રાજ; અપરમ ભાવસ્થિત જીવને, પણ વ્યવહારથી કાજ. ૧૨
નીચેની દશામાં વ્યવહારનય પણ ઉપયોગી છે. જેમકે સો ટચનું સોનું મળે તેને હલકા સોનાનું પ્રયોજન નથી, પરંતુ જ્યાં સુધી તેની પ્રાપ્તિ ન હોય ત્યાં સુધી નીચલી વાનીનું સોનું ગ્રાહ્ય છે. તેવી રીતે જેને શુદ્ધાત્માનો અનુભવ હોય તેને તો વ્યવહારનયનું પ્રયોજન નથી, પરંતુ જ્યાં સુધી શુદ્ધાત્માનો અનુભવ નથી ત્યાં સુધી તેને પ્રાપ્ત કરવામાં સહાયક એવો ભિન્ન ભિન્ન ભાવવાળો વ્યવહારનય જરૂરનો છે. આત્માનો અનુભવ કરવામાં નિશ્ચયનય ૧. શુદ્ધાદેશી-શુદ્ધ દ્રવ્યનું કથન કરનાર. ૨. અપરમભાવ-સાધક જીવ શુભ ભાવમાં હોય ત્યારે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org