SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમયસાર जो हि सुएणहिगच्छइ अप्पाणमिणं तु केवलं सुद्धं । तं सुयके वलिमिसिणो भणति लोयप्पईवयरा ॥९॥ जो सुयणाणं सव्वं जाणइ सुयकेवलिं तमाहु जिणा । णाणं अप्पा सव्वं जह्या सुयकेवली तह्मा ॥१०॥ જે મૃતથી નિજ આત્મને, જાણે કેવલ શુદ્ધ; તેને “શ્રુતકેવલી' કહે, લોકપ્રદીપક બુદ્ધ. ૯ સર્વાગમને જાણતા, શ્રુતકેવલી જન જેહ; જ્ઞાન સર્વ છે આતમા, શ્રુતકેવલી પણ તેહ. ૧૦ મતિ શ્રુત અવધિ મન:પર્યય અને કેવલ એ પાંચ પ્રકારનાં જે જ્ઞાન છે, તે સર્વ આત્મા છે કે અનાત્મા? અનાત્મા કહો તો પુદ્ગલ, આકાશ આદિ અજીવને પણ જ્ઞાન થાય. તેથી જ્ઞાન એ આત્મા જ છે. શ્રુત પણ જ્ઞાનનો એક ભેદ હોવાથી શ્રુત એ આત્મા જ છે. તેથી જે શ્રુતરૂપ વિચારધ્યાને કરી કેવલ શુદ્ધ આત્માને સંપૂર્ણપણે જાણે તે નિશ્ચયથી શ્રુતકેવલી છે ને જે ચૌદપૂર્વ આદિ દ્રવ્યશ્રુતને સંપૂર્ણપણે જાણે, તે વ્યવહારથી શ્રુતકેવલી છે. એમ વ્યવહાર જ્ઞાન-જ્ઞાનીના ભેદથી માત્ર પરમાર્થને જ પ્રતિપાદન કરે છે. કારણ કે સર્વ શ્રુતજ્ઞાન અથવા આગમ ભણવાનો હેતુ માત્ર એક આત્મા જાણવો એ જ છે. વ્યવહારનયે અનુસરવાનો નથી એમ શા માટે કહ્યું? ઉત્તર:ववहारोऽभूयत्थो भूयत्थो देसिदो दु सुद्धणओ । भूयत्थमस्सिदो खलु सम्माइट्ठी हवइ जीवो ॥११॥ અભૂતાર્થ વ્યવહાર છે, નિશ્ચયનય ભૂતાર્થ; ભૂતાર્યાશ્રિત જીવ તે, થાય સુદૃષ્ટિ કૃતાર્થ. ૧૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy