________________
શ્રી સમયસાર
એમ ન હોય તો એક બીજામાં ભળી જવારૂપ સર્વસંકર-દોષનો પ્રસંગ આવે. આ પ્રમાણે બધાં દ્રવ્યો એકત્વમાં પ્રતિષ્ઠિત છે, ત્યાં જીવ નામના સમયની બંધકથા કરવી તેમાં વિસંવાદ એટલે વિરોધ આવે છે. તો પછી તે બંધકથાનું મૂળ જે પુદ્ગલ કર્મપ્રદેશમાં સ્થિત થવાપણું અને તેનું મૂળ, પરસમયથી ઊપજતું જે આત્માનું દૈવિધ્ય તે તો કેમ જ યોગ્ય હોય ? તેથી આત્માનું એકત્વ જ યથાર્થ છે.
પરંતુ તે એકત્વગત આત્માની કથા સુલભ નથી.
सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा । एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स ॥४ ॥ શ્રુત પરિચિત અનુભૂત છે, કામભોગબંધ-વાત; કિંતુ ભિન્ન એકત્વની, કથા અલભ્ય, વિખ્યાત. ૪
મહા મોહરૂપ યોદ્ધાથી સમસ્ત સંસારી જીવો પરાધીન થઈને, તૃષ્ણાની અતિશયતાથી મૃગતૃષ્ણા જેવા વિષયસમૂહને ગ્રહણ કરતા અને તે જ વિષયો સંબંધી પરસ્પર ઉપદેશ કરતા હોવાથી બંધનું કારણ એવી કામભોગની કથા તો સર્વત્ર સુલભ છે. સર્વને તે સંબંધી અનંતવાર શ્રવણ, પરિચય ને અનુભવ થયેલ છે. પરંતુ નિર્મલ વિવેકરૂપ પ્રકાશથી પ્રગટ થતું આત્માનું એકત્વ, જે હંમેશાં અંતરમાં પ્રગટ છતાં કષાયચક્રમાં એકમેક થઈ જવાથી અત્યંત આચ્છાદિત થઈ રહેલ છે- કારણ કે પોતાને આત્મજ્ઞાન નથી અને આત્મજ્ઞાનીનો સંગ કરતો નથી તે સંબંધી પૂર્વે કદાપિ શ્રવણ, પરિચય અને અનુભવ થયેલ નથી, તેથી તે એકત્વની કથા સુલભ નથી, અર્થાત્ અલભ્ય અને મહત્વની છે.
તેને જ દર્શાવવા કહે છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org