________________
૧. જીવાજીવ અધિકાર છે - એ દ્રવ્યોથી ભિન્ન સ્વભાવવાળા આત્માનું અસાધારણ લક્ષણ ચૈતન્યસ્વભાવ છે. આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને અનંત પુદ્ગલ તથા અન્ય અનંત જીવ એ છયે દ્રવ્યની વચ્ચે રહેવા છતાં ક્યારેય કોઈ બીજા દ્રવ્યમાં ભળી જતો નથી તેથી ટંકોત્કીર્ણ છે. " એવો જે જીવ પદાર્થ તે સમય છે. એક જ સમયે જાણે અને પરિણમે તે સમ્મતિ રૂતિ સમયઃ ! તે જ્યારે કેવલજ્ઞાનનું બીજ ભેદજ્ઞાન-વિવેકજ્યોતિ ઉત્પન્ન થતાં સર્વ પરદ્રવ્યથી નિવર્તીને દર્શનજ્ઞાનરૂપ પોતાના સ્વભાવમાં એકત્વપણે વર્તે છે, ત્યારે દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત થવાથી સ્વઆત્માને એક સાથે જાણતો અને પરિણમતો સ્વસમય કહેવાય છે; અને જ્યારે અનાદિ અવિદ્યારૂપી લતાનું મૂળ એવા મોહના ઉદયમાં પોતાના દર્શનજ્ઞાનચારિત્ર-સ્વભાવથી શ્રુત થઈને મોહરાગદ્વેષાદિ પરભાવમાં એકત્વપણે વર્તે છે ત્યારે પુદ્ગલકર્મપ્રદેશમાં સ્થિત થવાથી પરને એક સાથે જાણતો અને પરિણમતો પરસમય કહેવાય છે. એમ સમયનું વૈવિધ્ય પ્રગટ થાય છે.
પરંતુ એવું દૈવિધ્ય પીડાકારી છે. एयत्तपिच्छयमओ समओ सव्वत्थ सुंदरो लोए । बंधकहा: एयत्ते तेण: चिसंवादिणी होई ॥३॥ સમય સર્વ એકવગત, સુંદર જગમાં જોય; બંધકથા એકત્રમાં વિસંવાદિની હોય. ૩. તે સમય શબ્દ સામાન્યપણે દરેક દ્રવ્યને લાગુ પડે છે, કારણ કે લોકમાં જેટલાં દ્રવ્ય છે તે સર્વ એકત્વપણે સ્વગુણ પર્યાયમાં પરિણમે છે. કોઈ પરગુણપર્યાયમાં પરિણમતાં નથી અને એ રીતે પોતાના ગુણપર્યાયમાં જ રહીને પરસ્પર ઉપકાર કરતાં સુંદર લાગે છે. જો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org