SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જીવાજીવ અધિકાર માલિની परपरिणतिहेतोर्मोहनानोऽनुभावादविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः । मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमते र्भवतु समयसारव्याख्ययैवानुभूते: ॥३॥ નિશ્ચયથી શુદ્ધચૈતન્યમૂર્તિ એવું છે મારું સ્વરૂપ તેની જે અનુભવરૂપ પરિણતિ છે, તે વિભાવ પરિણતિનું કારણ એવા મોહ નામના કર્મના ઉદયથી નિરંતર અનુભવાતા રાગદ્વેષાદિ ભાવો સાથે વ્યાપીને કલ્માષિત-મલિન થઈ રહી છે, તેની આ સમયસારગ્રંથની વ્યાખ્યા કરવાથી પરમ વિશુદ્ધિ થાઓ. (કલશ ૩) - હવે શ્રી કુંદકુંદ આચાર્ય પ્રથમ મંગલસૂત્ર કહે છે - वंदित्तु सव्वसिद्धे धुवमचलमणोवमं गई पत्ते । वोच्छामि समयपाहुडमिणमो सुयकेवलीभणियं ॥१॥ - છાયાનુવાદ - દોહરા ધ્રુવ અવિચલ અનુપમ ગતિ-પ્રાપ્ત સર્વ જે સિદ્ધ; જિંદી કહું કૃતધર-કથિત, શ્રી સમયસાર પ્રસિદ્ધ. ૧ પ્રથમ જ સ્વભાવભાવથી ઉત્પન્ન થયેલી હોવાથી ધ્રુવતાને અવલંબન કરનારી, અનાદિ પરભાવવશે થયેલ ચાર ગતિરૂપ પરિભ્રમણનો અંત આવવાથી અવિચલપણાને ધારણ કરનારી અને સંસારની કોઈ પણ ઉપમાથી વિલક્ષણ હોવાથી અનુપમ એવી જે સિદ્ધગતિ તેને પ્રાપ્ત થયેલા સર્વ અનંત સિદ્ધના સમૂહ કે જે સિદ્ધપણાથી સાધ્યરૂપ શુદ્ધાત્માના દર્પણસમાં સાક્ષાત્ આદર્શભૂત છે, તે સર્વ સિદ્ધોને વંદીને અર્થાત્ દ્રવ્યસ્તવન અને ભાવસ્તવનથી નિશ્ચયનયે તે સિદ્ધસ્વરૂપને સ્વપર આત્મામાં સ્થાપન કરીને - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy