________________
શ્રી સમયસાર
આ અધ્યાત્મગ્રંથ હોવાથી સર્વ કર્મ રહિત સર્વજ્ઞ વીતરાગ શુદ્ધાત્મા ઇષ્ટદેવ છે તેથી મંગલાચરણ કરતાં આદ્ય કલશમાં સમયસાર-શુદ્ધાત્મા-ને નમસ્કાર કર્યા છે. હવે બીજા કલશમાં સમ્યજ્ઞાનનો જયવાદ ગાય છે, કારણ કે આ વિશ્વરૂપી રંગભૂમિમાં જીવ અને અજીવ અનેક વેશ ધારણ કરીને જાણે નાટક કરી રહ્યાં છે, તેને જોનાર પ્રેક્ષક અજ્ઞાની તેમ જ જ્ઞાની બન્ને છે; અજ્ઞાની તે વેશને સાચા માનીને સંસારરૂપી નાટકમાં મોહ પામે છે, પરંતુ જે સમ્યજ્ઞાની છે, તે દ્રવ્યના મૂળ સ્વરૂપને ઓળખી લે છે અને એ રીતે સ્વપર-મોહનો નાશ કરે છે. તેથી સમ્યજ્ઞાનનો દરેક અધિકારના આરંભકલશમાં જયવાદ ગાયો છે.
અનુષ્ટ્રપ अनंतधर्मणस्तत्त्वं पश्यंती प्रत्यगात्मनः ।
अनेकांतमयी मूर्तिनित्यमेव प्रकाशताम् ॥२॥ જેમાં અનેક અંત-ધર્મ છે એવું અનંત ભાવથી ભરેલું જે જ્ઞાન તથા સ્યાદ્વાદયુક્ત જે વચન તેની મૂર્તિ-સરસ્વતી-સર્વજ્ઞની વાણી અથવા તેને આધારે રહેલું જે સમ્યજ્ઞાન તે સદા જયવંત વર્તો. તે સમ્યજ્ઞાન અનંત ધર્મથી યુક્ત એવા આત્મતત્ત્વને પ્રત્ય-- પરદ્રવ્યથી અને પરદ્રવ્યના ગુણપર્યાયોથી ભિન્ન, તેમજ પરદ્રવ્યના નિમિત્તે થતા આત્માના વિકારોથી કથંચિત્ ભિન્ન-જાએ છે. અર્થાત્ સમ્યજ્ઞાન આત્માને દ્રવ્યકર્મ, નોકર્મ અને ભાવકર્મથી રહિત અને પોતાના અનંત ગુણો સહિત જુએ છે. તેવું જ્ઞાન નિરંતર પ્રકાશો.
(કલશ ૨) ત્રીજા કલશમાં શ્રી અમૃતચંદ્ર આચાર્ય સમયસારગ્રંથની ભાષાટીકા કરવાના ફળને વિચારે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org