________________
૩૩૦
શ્રી સમયસાર અથવા દ્રષ્ટિબિંદુ છે, તે દરેકમાં સાત્ શબ્દ સર્વથાનો નિષેધક અને અનેકાંતનો ઘાતક છે. તેનો અર્થ કથંચિત્ અથવા અમુક અપેક્ષાએ એવો થાય છે.
અનુષ્ટ્રપ एवं तत्त्वव्यवस्थित्या स्वं व्यवस्थापयन् स्वयम् । अलंघ्यशासनं जैनमनेकांतो व्यवस्थितः ॥२६३ ॥
આ પ્રકારે તત્ત્વની વ્યવસ્થિતિ પ્રમાણે પોતે પોતાને સ્થાપન કરતો અનેકાંત, જૈનશાસનનું અવલંબન કરીને રહેલો છે.
(કલશ ૨૬૩) અહીં કોઈ પ્રશ્ન કરે કે આત્મપદાર્થ અનંત ધર્મોથી યુક્ત છે તેને માત્ર એકલા જ્ઞાનધર્મવડે કેમ ઓળખાવ્યો છે?
ઉત્તર :- પદાર્થનું જે પ્રસિદ્ધ લક્ષણ હોય તે વડે લક્ષ્ય એવા પદાર્થની સિદ્ધિ થાય છે. જ્ઞાન આત્માનું અસાધારણ અને પ્રસિદ્ધ લક્ષણ છે, તેથી તે વડે આત્માનો લક્ષ થવો સંભવે છે. બીજા ગમે તે અપ્રસિદ્ધ લક્ષણવડે તે લક્ષ્યની સિદ્ધિ થવી મુશ્કેલ છે. તેથી જ્ઞાનધર્મને મુખ્ય કરીને લક્ષ કરાવ્યો છે.
પ્રશ્ન :- તે લક્ષ્ય શું છે કે જે જ્ઞાનથી જુદું ઓળખાય છે?
ઉત્તર :- જ્ઞાન અને આત્મા એક જ દ્રવ્યપણે પ્રસિદ્ધ છે, તેથી જ્ઞાનથી જાદું લક્ષ્ય નથી.
પ્રશ્ન :- તો પછી લક્ષ્ય-લક્ષણનો ભેદ શા માટે કર્યો છે?
ઉત્તર :- પ્રસિદ્ધ અને પ્રસાધ્યમાનપણે ભેદ છે. જ્ઞાન પ્રસિદ્ધ છે; કારણ કે જ્ઞાનમાત્રપણે આત્મા સ્વસંવેદનથી સર્વ પ્રાણીને અનુભવમાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org