SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૩૦૯ સિદ્ધ થયું કે ઉપયોગને શુદ્ધાત્મામાં સ્થિર કરવારૂપ જે ભાવશ્રુતજ્ઞાન અથવા ક્ષયોપશમભાવ છે તે જ મોક્ષનું કારણ છે. તે ભાવશ્રુત અથવા સદ્ભુત થવામાં દર્શનમોહ અને ચારિત્રમોહનો ઉપશમ, લયોપશમ કે ક્ષય એ હેતુ છે. તેથી પંચાસ્તિકાય ગાથા પ૬ની ટીકામાં કહ્યું છે કે - मोक्षं कुर्वंति मिश्रौपशमिकक्षायिकाभिधाः । बंधमौदयिको भावो, निष्क्रियः पारिणामिकः ॥ ભાવાર્થ - ક્ષયોપશમ, ઉપશમ, અને ક્ષાયિક એ ત્રણ નામવાળા ભાવો મોક્ષનાં કારણ છે, મોહના ઉદય સહિત ઔદયિકભાવ બંધનું કારણ છે અને શુદ્ધપારિણામિકભાવ નિષ્ક્રિય હોવાથી બંધમોક્ષનું કારણ નથી. માલિની अलमलमतिजल्पैर्दुर्विकल्पैरनल्पैरयमिह परमार्थ श्चेत्यतां नित्यमेकः । स्वरसविसरपूर्ण ज्ञानविस्फूर्तिमात्रा न खलु समयसारादुत्तरं किंचिदस्ति ॥२४४ ॥ ઘણા મિથ્યા વિકલ્પોવડે બહુ કહેવાથી સર્યું. અહીં આ એક જ પરમાર્થ હંમેશાં ચિંતવવો કે પોતાના રસનો વિસ્તાર થવાથી પ્રગટ થતા પૂર્ણજ્ઞાનની માત્ર સ્કુરણારૂપ જે સમયસાર છે, તેનાથી અધિક વાસ્તવિક બીજું કંઈ નથી. “આત્માથી સૌ હીન–અર્થાત્ આ જગતમાં સમયસાર જ સર્વશ્રેષ્ઠ છે. (કલશ ર૪૪) અનુરુપ इदमेकं जगच्चक्षुरक्षयं याति पूर्णताम् । विज्ञानघनमानंदमयमध्यक्षतां नयत् ॥२४५ ॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy