________________
શ્રી સમયસાર
અવલંબનથી ધ્યાન કરતાં આત્માની વિશેષ વિશેષ શુદ્ધતા થતી જાય છે. એ રીતે જ્યારે સંપૂર્ણ કર્મક્ષય થાય, ત્યારે મોક્ષ થાય છે. કારણસમયસારમાં જેટલે અંશે આત્મા નિરાવરણ થયો તેટલે અંશે શુદ્ધાત્માનો અનુભવ છે અને સર્વથા આવરણ દૂર થયે કાર્યસમયસાર પ્રગટ થાય છે, ત્યારે કેવલજ્ઞાન સ્વરૂપ સંપૂર્ણ શુદ્ધાત્માનો અનુભવ થાય છે. આવરણ દૂર કરવા માટે પ્રથમથી જ કેવલ નિરાવરણ શુદ્ધાત્માના અનુભવની પ્રાપ્તિ થઈ શકે નહિ; તેથી અંશે નિરાવરણ એવા ક્ષયોપશમભાવરૂપ શુદ્ધાત્માના અનુભવથી મોક્ષ થાય છે.
३०८
પ્રશ્ન :- અહીં કોઈ શંકા કરે કે પારિણામિકભાવ તો નિરાવરણ છે, તેથી શુદ્ધ પારિણામિકભાવ એ મોક્ષનું કારણ છે ?
ઉત્તર :- પારિણામિકભાવ મૂળદ્રવ્યસ્વરૂપે છે. ભવ્ય જીવને જીવત્વ અને ભવ્યત્વ એ બે પારિણામિકભાવ હોય છે. સંસાર અવસ્થામાં વિભાવપરિણામ વખતે તે પારિણામિકભાવો પણ અશુદ્ધ અવસ્થામાં છે અને દર્શનમોહ અને ચારિત્રમોહના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થવાથી વીતરાગ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપે પરિણમવારૂપ ધ્યાન કરવાવડે, એટલે શુદ્ધાત્મામાં ઉપયોગને પરિણમાવવાવડે, જેમ જેમ જીવ નિરાવરણ થાય છે તેમ તેમ તે પારિણામિકભાવની પણ શુદ્ધિ થતી જાય છે. કેવલજ્ઞાન થયા પછી શુદ્ધ પારિણામિકભાવ હોય છે. ધ્યાન છે તે આત્માના પર્યાયરૂપ છે, તેથી સમયે સમયે પલટાય છે. પારિણામિકભાવમાં પલટાવાપણું નથી. પારિણામિકભાવ એ પર્યાયરૂપ નથી પરંતુ મૂળ દ્રવ્યરૂપ છે. ધ્યાન એ પર્યાય છે; તે ક્ષયોપશમભાવ છે. અશુદ્ધ અવસ્થામાં શુદ્ધ પારિણામિકભાવ કેવલજ્ઞાનની જેમ શક્તિરૂપે છે, વ્યક્તિરૂપે નથી; શુદ્ધાત્માના અનુભવમાં અંશે शुद्ध પારિણામિકભાવ પ્રગટે છે, પરંતુ તે ધ્યેયરૂપ છે ધ્યાનરૂપ નથી. તેથી મોક્ષનું કારણ નથી. આથી એમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org