________________
૩૦પ
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર पासंडी लिंगेसु व गिहिलिंगेसु व बहुप्पयारेसु । कुव्वंति जे ममत्तं तेहिं ण णायं समयसारं ॥४१३॥ મુનિ કે ગૃહસ્થ લિંગના વિકલ્પ વિધવિધ જાત; તેમાં મમતા ધારતો, સમયસાર-અજ્ઞાત. ૪૧૩
જેઓ માત્ર પરંપરાથી ચાલી આવતી વ્યવહારની રૂઢિ અનુસાર ગ્રહણ કરાતા મુનિ કે ગૃહસ્થના ચિહ્નરૂપ વેષને આધારે, હું મુનિ અથવા હું દ્રવ્યલિંગી મુનિનો ઉપાસક શ્રાવક છું, એમ દ્રવ્યલિંગની મમતાથી મિથ્યા અહંકાર કરે છે, અને સહજ શુદ્ધ પરમાત્માના અનુભવરૂપ ભાવલિંગથી રહિત છે, તેઓ નિશ્ચયનયને ન જાણતા પરમાર્થરૂપ ભગવાન સમયસારને જોતા નથી.
વિયોગિની व्यवहारविमूढदृष्टयः परमार्थं कलयंति नो जनाः । तुषबोधविमुग्धबुद्धयः कलयंतीह तुषं न तंडुलम् ॥२४२ ॥
જેમ કોઈ છોડાંના રાગી હોય તેઓ માત્ર છોડાં ખાંડે તેથી તેમને ચોખા મળે નહિ, તેવી રીતે જેઓ માત્ર બાહ્યવેષ, ક્રિયા આદિ વ્યવહારમાં રાગદ્ગષ્ટિવાળા છે, તેઓ પરમાર્થરૂપ આત્મસ્વરૂપને અનુભવતા નથી.
(કલશ ૨૪૨)
સ્વાગતા द्रव्यलिंगममकारमीलितैर्दृश्यते समयसार एव न । द्रव्यलिंगमिह यत्किलान्यतो ज्ञानमेकमिदमेव हि स्वतः ॥२४३॥
જે આ દ્રવ્યલિંગ છે તે અન્ય એવા દેહને આધારે છે અને જે આ એક જ્ઞાન છે તે પોતાથી જ છે. તે દ્રવ્ય લિંગની મમતાથી જેની દૃષ્ટિ મિંચાઈ ગઈ છે અર્થાત્ જેઓ એકલા દ્રવ્યલિંગને જ જોઈ શકે છે, તેઓ સમયસારને જોઈ શકતા નથી. અર્થાત્ શુદ્ધાત્માને પ્રગટ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org