________________
૩૦૬
શ્રી સમયસાર
કરનાર કારણસમયસાર પ્રત્યે તેઓનું લક્ષ હોતું નથી.
(કલશ ૨૪૩) નિશ્ચયથી દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી તે કહે છે :ववहारिओ पुण णओ दोण्णि
વિ માડ઼ મો+9પદે ! णिच्छयणओ ण इच्छइ मोक्खपहे सव्वलिंगाणि ॥४१४॥ બન્ને લિંગે મોક્ષપથ, ભાખે નય વ્યવહાર; નિશ્ચયથી શિવપંથમાં, કોઈ ન લિંગ પ્રકાર. ૪૧૪
જે ખરેખર શ્રમણ અને શ્રમણોપાસક અથવા મુનિ અને ગૃહસ્થ એવા ભેદથી બે પ્રકારના દ્રવ્યલિંગ મોક્ષમાર્ગરૂપ છે, એમ પ્રરૂપણ કરાય છે તે માત્ર વ્યવહાર છે, પરમાર્થ નથી; કારણ કે તે દ્રવ્યલિંગને સ્વયં અશુદ્ધ દ્રવ્યનું અનુભવાત્મકપણું હોવાથી તેમાં પરમાર્થપણાનો અભાવ છે. અને મુનિ-ગૃહીના વિકલ્પોથી પર, દર્શનજ્ઞાનચારિત્ર-માત્ર શુદ્ધ આત્માનો જ પરના સંગ રહિત અનુભવ કરવો તે પરમાર્થ છે; કારણ કે તે ભાવલિંગને શુદ્ધ દ્રવ્યનું અનુભવાત્મકપણું હોવાથી, તેમાં પરમાર્થપણાનો સદ્ભાવ છે. તેથી જેઓ વ્યવહારને જ પરમાર્થ માનીને અનુભવ કરે છે, તેઓ સમયસારને વાસ્તવિક અનુભવતા જ નથી; પરંતુ જેઓ પરમાર્થને પરમાર્થ માનીને અનુભવ કરે છે, તેઓ સમયસારને વાસ્તવિક અનુભવે છે.
એમ ૪૦૮ થી ૪૧૪ સુધી ૭ ગાથામાં દ્રવ્યલિંગની મમતા મૂકીને ભાવલિંગમાં તત્પર થવાનો ઉપદેશ કર્યો છે. આ ઉપરથી આચાર્ય દ્રવ્યલિંગનો નિષેધ કર્યો છે એમ માનવાનું નથી. માત્ર ભાવલિંગ વિનાનું જે દ્રવ્યલિંગ છે તે નિષ્ફળ હોવાથી તેનો નિષેધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org