________________
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૩૦૩ સ્થાપ આત્મને શિવપથે, ધ્યાન અનુભવ ધાર; વિહાર કરી તેમાં સદા, પરદ્રવ્ય ન લગાર. ૪૧૨
અનાદિકાળથી સંસારમાં આ આત્મા પોતાની પ્રજ્ઞાના દોષથી પરદ્રવ્યને આધારે થતા રાગદ્વેષમાં વર્તે છે, ત્યાંથી એ જ પ્રજ્ઞાના ગુણવડે આત્માને પાછો વાળીને હવે હે ભવ્ય ! સદાને માટે દર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં આત્માને નિશ્ચિતપણે સ્થાપન કર. તથા ચિત્તને પરભાવમાં જતું રોકીને અત્યંત એકાગ્ર થઈને દર્શનજ્ઞાનચારિત્રરૂપ તે મોક્ષમાર્ગનું ધ્યાન કર. તથા કર્મચેતના ને કર્મફલચેતનાનો સર્વથા ત્યાગ કરવા વડે શુદ્ધ જ્ઞાનચેતનાવાળો થઈને, દર્શનજ્ઞાનચારિત્રરૂપ તે મોક્ષમાર્ગનો પરમ સમતારસભાવે અનુભવ કર. પ્રતિક્ષણે સ્વાભાવિકપણે વધતા તે સ્વાનુભવમાં તન્મય પરિણામવાળો થઈને, દર્શનશાનચારિત્રરૂપ તે મોક્ષમાર્ગમાં વિહાર કર. એ રીતે જ્ઞાનસ્વરૂપ એક મોક્ષમાર્ગનું જ અચળપણે અવલંબન કરતો, શેયરૂપે ઉપાધિના કારણે થતા એવા જે ચારે બાજુથી દોડી આવતાં સર્વ પરદ્રવ્યો, તેમાં ગમન કરીશ નહિ. અર્થાત્ આત્માની પરિણતિને સ્વસ્વરૂપમાં જ જોડી રાખ; જ્ઞાનમાં ઝળકતા એવા પરદ્રવ્યોમાં બિલકુલ જવા દઈશ નહિ.
શાર્દૂલવિક્રીડિત एको मोक्षपथो य एष नियता दग्ज्ञप्तिवृत्तात्मकस्तत्रैवस्थितिमेति यस्तमनिशं ध्यायेच्च तं चेतसि । तस्मिन्नेव निरंतरं विहरति द्रव्यांतराण्यस्पृशन् सोऽवश्यं समयस्य सारमचिरान्नित्योदयं विंदति ॥२४० ॥ જે આ દર્શનજ્ઞાનચારિત્રરૂપ નિશ્ચિત એક મોક્ષમાર્ગ છે તેમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org