SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ શ્રી સમયસાર એમ હોવાથી ઉપદેશ છે કે :तह्मा जहित्तु लिंगे सागारणगारएहिं वा गहिए । दंसणणाणचरित्ते अप्पाणं जुंज मोक्खपहे ॥४११॥ તેથી મુનિગૃહીલિંગની, મમતા સર્વે છોડ; રત્નત્રયમુક્તિપથે, આત્માને તું જોડ. ૪૧૧ દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી તેથી સમસ્ત દ્રવ્યલિંગની મમતાને તજીને, દર્શનજ્ઞાનચારિત્ર એ મોક્ષમાર્ગ હોવાથી તેમાં જ આત્માને જોડવો જોઈએ. તાત્પર્ય કે સાધુવેષ કે ગૃહસ્થવેષને જિનેશ્વરો મોક્ષમાર્ગ કહેતા નથી પરંતુ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર એ જ મોક્ષનો માર્ગ છે એમ કહે છે, તેથી આચાર્ય ઉપદેશ છે કે, હે ભવ્ય ! તું સાગાર (ગૃહસ્થ) કે અનાગાર (મુનિ) વડે ગ્રહણ કરાતા વેષનો આગ્રહ છોડીને, કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટય સ્વરૂપ શુદ્ધાત્માના સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં આત્માના ઉપયોગને જોડેલો રાખ. અનુષ્ટ્રપ दर्शनज्ञानचारित्रत्रयात्मा तत्त्वमात्मनः । एक एव सदा सेव्यो मोक्षमार्गो मुमुक्षुणा ॥२३९ ॥ શુદ્ધાત્માનાં દર્શન (શ્રદ્ધા)-જ્ઞાન-ચારિત્ર એ ત્રણની એકતારૂપ આત્માનું તત્ત્વ છે, માટે મુમુક્ષુએ તે જ આત્મતત્ત્વરૂપ મોક્ષમાર્ગ સદા સેવવા યોગ્ય છે. (કલશ ૨૩૯) કેવી રીતે સેવવાયોગ્ય છે? તે કહે છેमोक्खपहे अप्पाणं ठवेहि तं चेव झाहि तं चेय । तत्थेव विहर णिच्चं मा विहरसु अण्णदव्वेसु ॥४१२॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy