________________
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૩૦૧ કોઈ એક દ્રવ્યલિંગનો જ સ્વીકાર કરે છે. તે પણ યોગ્ય નથી. કારણ કે સર્વે અહંત ભગવંતો શુદ્ધ જ્ઞાનમય દશા પ્રાપ્ત થતાં લિંગના આધારરૂપ શરીરની મમતાને સર્વથા ત્યાગે છે. તેથી તેઓ દેહને આશ્રયે રહેલા વેષના ત્યાગવડે દર્શનજ્ઞાનચારિત્રને મોક્ષમાર્ગ તરીકે ઉપાસતા જોવામાં આવે છે.
રાગાદિ વિકલ્પની ઉપાધિથી રહિત પરમ સમાધિરૂપ જે ભાવલિંગ અથવા મોક્ષમાર્ગ છે તેને ન જાણનારા મૂઢ પુરુષો. અનેક પ્રકારના પાખંડી (ત્યાગી, સાધુ, મુનિ) ના વેષ તથા ગૃહસ્થવેષ અનેક પ્રકારે હોય છે તેમાંથી કોઈ એકને ગ્રહણ કરીને - માનીને, એમ કહે છે કે આ દ્રવ્યવેષ જ મોક્ષનું કારણ છે. પરંતુ દ્રવ્યલિંગ વાસ્તવિક મોક્ષનું કારણ નથી; કારણ કે અહંત ભગવાન સર્વે લિંગ અને દેહમાં પણ મનવચનકાયાથી મમત્વને ત્યાગીને સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ભાવલિંગને મોક્ષમાર્ગમાં સેવે છે. અર્થાત્ ભગવાનના વસ્ત્રત્યાગનો આશય વિવિધ બાહ્યવેષોનો આગ્રહ મુકાવવાનો પણ છે.
એ દર્શનજ્ઞાનચારિત્ર જ મોક્ષમાર્ગ છે એમ સિદ્ધ કરે છે. ण वि एस मोक्खमग्गो पासंडीगिहिमयाणि लिंगाणि । दंसणणाणचरित्ताणि मोक्खमग्गं जिणा विंति ॥४१०॥
મુનિગૃહી લિંગ ન મોક્ષ પથ, ભાખે જિન નિગ્રંથ; દર્શનજ્ઞાનચરિત્ર છે, તે જ મોક્ષનો પંથ. ૪૧૦
દ્રવ્યલિંગ છે તે શરીરને આધારે હોવાથી પરદ્રવ્ય છે તેથી ખરેખર તે મોક્ષમાર્ગ નથી પરંતુ દર્શનજ્ઞાનચારિત્રરૂપ આત્માના ભાવ આત્માને આધારે હોવાથી સ્વદ્રવ્ય છે તેથી ખરેખર તે જ મોક્ષમાર્ગ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org