SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ શ્રી સમયસાર મૂર્ત છે. તેથી નિશ્ચયથી આત્મા પ્રાયોગિક (કર્મજન્ય) કે વૈઋસિક (સ્વભાવજન્ય) ગુણથી પુદ્ગલ આહારને ગ્રહણ કરી શકતો નથી. જીવ કર્મજનિત-પ્રાયોગિક ગુણથી આહારક છે એમ કહેવું એ વ્યવહારથી છે, પરંતુ અહીં તો નિશ્ચયનયનું કથન છે તેથી વાસ્તવિક રીતે આત્મા સચિત્ત અચિત્ત પાંચ પ્રકારના આહાર (કર્મ-નોકર્મલેપ્ય-ઓજસ-માનસ)ને જરા પણ ગ્રહણ કરતો નથી કે છોડતો નથી, તેમ નોકર્મ આહારમય એવું આ શરીર તે જીવસ્વરૂપ થતું નથી. તેથી શુદ્ધ જ્ઞાનને દેહ નથી. અનુષુપ एवं ज्ञानस्य शुद्धस्य देह एव न विद्यते । ततो देहमयं ज्ञातुर्न लिंगं मोक्षकारणम् ॥२३८ ॥ આ પ્રકારે શુદ્ધનયથી જ્ઞાનને આહારમય એવો દેહ જ હોતો નથી તેથી દેહમય એવું જે દ્રવ્યલિંગ અથવા વેષ તે આત્માને મોક્ષનું કારણ નથી. (કલશ ૨૩૮) पासंडीलिंगाणि व गिहिलिंगाणि व बहुप्पयाराणि । घित्तुं वदंति मूढा लिंगमिणं मोक्खमग्गोत्ति ॥४०८॥ ण दु होइ मोक्खमग्गो लिंगं जं देहणिम्ममा अरिहा । लिगं मुचित्तु दंसणणाणचरित्ताणि सेयंति ॥४०९॥ મુનિ કે ગૃહસ્થ લિંગને, ધારી વિવિધ પ્રકાર; મૂઢ કહે કે લિંગ આ, મોક્ષમાર્ગનું દ્વાર. ૪૦૮ નહીં લિંગ તો મોક્ષ પથ, તન-નિર્મમ અરિહંત; લિંગ તજી તેથી ભજે, રત્નત્રય શિવપંથ. ૪૦૯ દ્રવ્યલિંગ અથવા વેષ મોક્ષનું કારણ નથી તે કહે છે - કેટલાક અજ્ઞાનથી દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનતા, મોહથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy