________________
શ્રી સમયસાર
પૂર્ણ એક અચ્યુત શુદ્ધ બોધમહિમાવાળો, જ્ઞાનસ્વરૂપ આત્મા બોધ્ય એવા પદાર્થોથી કંઈ પણ વિક્રિયાને પામતો નથી, જેમકે દીવો પ્રકાશિત કરાયેલા પદાર્થોથી વિક્રિયાને પામતો નથી. તે વસ્તુસ્થિતિનાં જ્ઞાનથી રહિત બુદ્ધિ છે જેની એવા આ અજ્ઞાનીઓ કેમ નિરર્થક રાગદ્વેષવાળા થાય છે, અને પોતાની સહજ ઉદાસીનતાને છોડી દે છે ?! (કલશ ૨૨૨)
૨૮૪
શાર્દૂલવિક્રીડિત रागद्वेषविभावमुक्तमहसो नित्यं स्वभावस्पृश: पूर्वागामिसमस्तकर्मविकला भिन्नास्तदात्वोदयात् । दूरारूढचरित्रवैभवबलाच्चंचच्चिदर्चिर्मयीं
विंदन्ति स्वरसाभिषिक्त भुवनां ज्ञानस्य संचेतनाम् ॥२२३॥
રાગદ્વેષરૂપ વિભાવથી મુક્ત થયેલા તેજવાળા, નિરંતર પોતાના સ્વભાવને સ્પર્શ કરતા, ભૂત અને ભવિષ્યનાં કર્મથી છૂટા પડેલા અને વર્તમાનના કર્મોદયથી ભિન્ન વર્તતા આત્મામાં પરિણમવારૂપ ચારિત્રમાં અત્યંત આરૂઢ થયેલા તથા તે ચારિત્રરૂપ વૈભવના બળથી પ્રકાશતી ચૈતન્યરૂપ જ્યોતિવાળા જ્ઞાનીઓ પોતાના રસથી ત્રણ ભુવનને અભિષેક કરતી જ્ઞાનચેતનાને અનુભવે છે.
(કલશ ૨૨૩)
જ્ઞાની અને અજ્ઞાનીની અપેક્ષાએ ચેતના બે પ્રકારની છે : જ્ઞાનચેતના અને અજ્ઞાનચેતના. જ્ઞાનચેતનામાં રાષરહિત શુદ્ધાત્મસ્વરૂપમાં વિહરવારૂપ નિશ્ચયચારિત્ર હોય છે અને તે ચારિત્ર નિશ્ચયપ્રતિક્રમણ, નિશ્ચયપ્રત્યાખ્યાન અને નિશ્ચયઆલોચના સહિત હોય છે.
તે જ્ઞાનચેતના વિષે કહે છે :
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org