SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ શ્રી સમયસાર सम्यग्दृष्टिः क्षपयतु ततस्तत्त्वदृष्ट्या स्फुटतौ ज्ञानज्योतिर्व्वलति सहजं येन पूर्णाचलार्चिः ॥२१८॥ આ જગતમાં જ્ઞાન અજ્ઞાનભાવે પરિણમવાથી જ રાગદ્વેષ થાય છે, પરંતુ વાસ્તવિક રીતે સ્થિર ઉપયોગરૂપ જ્ઞાનચક્ષુથી જોવામાં આવે તો તે રાગદ્વેષ ક્યાંય દેખાતા નથી. તેથી સમ્યગ્દષ્ટિ જીવે તત્ત્વદૃષ્ટિથી સ્પષ્ટપણે જોવાવડે તે રાગદ્વેષનો ક્ષય કરવો, કે જેથી પૂર્ણ અને અચળ પ્રકાશવાળી જ્ઞાનજ્યોતિ સહજ પ્રગટ થઈને દીપે છે. (કલશ ૨૧૮) શાલિની रागद्वेषोत्पादकं तत्त्वदृष्ट्या नान्यद् द्रव्यं वीक्ष्यते किंचनापि । सर्वद्रव्योत्पत्तिरन्तश्चकास्ति व्यक्तात्यंतं स्वस्वभावेन यस्मात् ॥२१९ ॥ તત્ત્વદ્રષ્ટિથી જોતાં રાગદ્વેષને ઉત્પન્ન કરનાર કોઈ પણ અન્ય દ્રવ્ય દેખાતું નથી કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ અત્યંત પ્રગટપણે પોતપોતાના સ્વભાવવડે અંતરમાં થતી પ્રકાશે છે. (કલશ ૨૧૯) નિશ્ચયનયમાં ઉપાદાન કારણની મુખ્યતા છે તેથી આત્માનાં અશુદ્ધ પરિણામ તે જ રાગદ્વેષ થવામાં મુખ્ય કારણ કહ્યાં છે. અચેતન એવા વિષયાદિ ચેતન રાગાદિને ઉત્પન્ન કરવામાં કારણ નથી, એમ નિશ્ચય છે. તે કહે છે : अण्णदविएण अण्णदवियस्स ण कीरए गुणुप्पाओ । तह्मा उ सव्वदव्वा उप्पजंते सहावेण ॥३७२॥ ઊપજે નહિ કો દ્રવ્યથી, પરના ગુણ જરાય; દ્રવ્યોમાં પરિણામ તો, સહજ સ્વભાવે થાય. ૩૭ર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy