________________
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૨૦૩
તેમાં આત્મા જ્ઞેયનું શું કરે છે ? અને શું નથી કરતો ? એ બન્ને પ્રકાર વિચારાય છે :
જો આત્મા જ્ઞેયને જાણવાથી શેયરૂપ થતો હોય તો આત્માનો નાશ થાય, પરંતુ એમ એક દ્રવ્ય અન્ય દ્રવ્યરૂપે પરિણમતું નથી; તેથી આત્મા જ્ઞેયરૂપ થતો નથી. પરંતુ સ્વસ્વામીઅંશ છે. અર્થાત્ આત્મા આત્માનો જ સ્વામી છે એટલે આત્મા આત્મારૂપે જ રહે છે એમ નિશ્ચય છે.
એ રીતે આત્મા આત્મારૂપે જ હોવા છતાં પોતાના જ્ઞાનગુણના પરિણમનથી શેયને જાણે છે એમ વ્યવહાર છે.
જ્ઞાનના દૃષ્ટાંત પ્રમાણે દર્શન (દેખવું), સંયમ (ચારિત્ર, ત્યાગ), દર્શન (શ્રદ્ધા) ઇત્યાદિ ગુણો આત્માના સ્વભાવરૂપ જ છે. પરદ્રવ્યને દેખવા, ત્યાગવા કે શ્રદ્ધવા છતાં આત્મા આત્મારૂપે જ રહે છે એમ નિશ્ચય છે.
આત્મા પરદ્રવ્યને દેખે છે, ત્યાગે છે, શ્રદ્ધે છે એમ કહેવું એ વ્યવહાર છે.
ભાવાર્થ:- જેમ શ્વેતતા ખડીનો સ્વભાવ છે તેમ જ્ઞાન, દર્શન, સંયમ, શ્રદ્ધા ઇત્યાદિ આત્માના અનેક સ્વાભાવિક ગુણો છે. તે ગુણોને આધારે આત્મા જાણે, દેખે, ત્યાગે, શ્રદ્ધે છતાં આત્માને પરદ્રવ્ય સાથે અભેદતા થતી નથી એમ નિશ્ચય છે; અને જેમ ખડી ભીંતને શ્વેત કરે છે તેમ આત્મા પરને જાણે છે, દેખે છે, ત્યાગે છે, શ્રદ્ધે છે ઇત્યાદિ કહેવાય છે તે વ્યવહાર છે. અર્થાત્ આત્મા ૫૨માં જતો નથી કે પરદ્રવ્ય આત્મામાં આવતું નથી તેથી નિશ્ચયથી તો આત્મા પોતાના સ્વરૂપને જ તન્મયપણે જાણે છે, દેખે છે, શ્રદ્ધે છે અને પોતાના જ વિભાવોને ત્યાગે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org