SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ર શ્રી સમયસાર દર્શન જ્ઞાન ચરણ વિષે એ નિશ્ચય-ભાષિત; હવે સુણો સંક્ષેપથી, નયવ્યવહાર કથિત. ૩૬૦ પરને શ્વેત કરે ખડી, નિજ સ્વભાવે જેમ; જ્ઞાતા પરને જાણતો, સહજ સ્વભાવે તેમ. ૩૬ ૧ પરને શ્વેત કરે ખડી, નિજ સ્વભાવે જેમ; પરને દેખે જીવ પણ, સહજ સ્વભાવે તેમ. ૩૬૨ પરને શ્વેત કરે ખડી, નિજ સ્વભાવે જેમ; જ્ઞાતા પરને ત્યાગતો, સહજ સ્વભાવે તેમ. ૩૬૩ પરને શ્વેત કરે ખડી, નિજ સ્વભાવે જેમ; પરને શ્રદ્ધે સમકિતી, સહજ સ્વભાવે તેમ. ૩૬૪ દર્શનશાનચરણ વિષે, નિર્ણત એ વ્યવહાર; તેમ બીજા પર્યાયનો, લહો સ્પષ્ટ નિર્ધાર. ૩૬૫ - જેમકે ક્ષેતિકા-ખડીનો સ્વભાવથી જ શ્વેતગુણથી ભરપૂર છે. તેનાથી ભીંત વગેરે સફેદ કરાય છે એવો વ્યવહાર છે, પરંતુ તેમાં ખડી ભીંતનું શું કરે છે ? અને શું નથી કરતી ? એ બન્ને પ્રકાર વિચારાય છે. જો ખડી ભીંતને સફેદ કરવાથી ભીંતની થતી હોય તો તે ખડીનો નાશ થાય પરંતુ એમ એક દ્રવ્ય અન્ય દ્રવ્યરૂપે પરિણમતું નથી; તેથી ખડી ભીંતરૂપ થતી નથી, પરંતુ સ્વસ્વામીઅંશ છે. અર્થાત્ ખડી તો ખડીરૂપે જ રહે છે, એમ નિશ્ચય છે. એ રીતે ખડી પોતે ખડીરૂપે જ રહેવા છતાં પોતાના ક્ષેતગુણના સમુદાયથી ભીંતને સફેદ કરે છે એમ વ્યવહાર છે. તેવી રીતે આત્મદ્રવ્ય સ્વભાવથી જ જ્ઞાનગુણથી ભરપૂર છે. તેનાથી પુદ્ગલાદિ પરદ્રવ્ય જણાય છે એવો વ્યવહાર છે, પરંતુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy