________________
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
નર્દટક
ननु परिणाम एव किल कर्म विनिश्चयतः स भवति नापरस्य परिणामिन एव भवेत् । न भवति कर्तृशून्यमिह कर्म न चैकतया स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः ॥ २११ ॥
૨૬૯
નિશ્ચયથી જે પરિણમનાર વસ્તુ-કર્તા છે, તે જ ખરેખર કર્મ થાય છે. કારણ કે કર્મ-પરિણામ પોતાનાં (પરિણામી દ્રવ્યનાં) જ થાય છે, અન્ય દ્રવ્યનાં નહિ. આ જગતમાં કર્તા વિનાનું કર્મ નથી અને વસ્તુની સ્થિતિ એકરૂપે-ફૂટસ્થ અપરિણામી-નથી; તેથી આત્માના પરિણમવારૂપ કર્તાપણાથી જ પરિણામરૂપ કર્મ થાય છે, તે ભલે હો. (કલશ ૨૧૧) હવે એક દ્રવ્ય અન્ય દ્રવ્યરૂપે પરિણમતું નથી. દરેક પોતપોતાના ગુણોમાં જ પરિણમે છે એવી વસ્તુસ્થિતિને નિશ્ચય અને વ્યવહારથી દશ ગાથામાં આગળ દર્શાવશે. તે વિષે પ્રથમ ત્રણ કલશ કહે છે :
પૃથ્વી
बहिर्लुठति यद्यपि स्फुरदनंतशक्तिः स्वयं तथाप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरम् । स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते स्वभावचलनाकुलः किमिह मोहितः क्लिश्यते ॥ २१२ ॥
જો કે વસ્તુમાં અનંત શક્તિ પ્રકાશે છે-વિકસે છે, તો પણ એક વસ્તુની અંદર અન્ય વસ્તુ પ્રવેશ કરતી નથી, બહાર જ રહે છે. એમ સર્વ વસ્તુ પોતપોતાના સ્વરૂપમાં નિયમથી ૨હે તે ઇષ્ટ છે, છતાં શા માટે આ જીવ સંસારમાં મોહને વશ થઈને પોતાના સ્વભાવથી ચલિત થવાનું માનીને વ્યાકુળ થતો ક્લેશયુક્ત
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org