________________
શ્રી સમયસાર
૨૬૮
કર્મને કરે છે, પોતાથી ભિન્ન એવાં હથોડી વગેરે કરણ (સાધનો) વડે કરે છે; તથા તે કર્મના બદલામાં ગામમાંથી જે ધનાદિ મળે તેને ભિન્નપણે ભોગવે છે પરંતુ પોતે કુંડલ સાથે, કરણ સાથે કે ધન સાથે એકરૂપ તન્મય થતો નથી, તેવી રીતે જીવ પણ પોતાથી ભિન્ન એવાં દ્રવ્યકર્મને કરે છે, પોતાથી ભિન્ન એવા મનવચનકાયારૂપ કરણવડે કરે છે; તેમ જ કર્મના ફળરૂપ પુણ્યપાપના ઉદયને ભિન્નપણે ભોગવે છે પરંતુ પોતે કર્મ સાથે, કરણ સાથે કે કર્મફળ સાથે એકરૂપ તન્મય થતો નથી. એમ વ્યવહારનું કથન ઉપરોક્ત ચાર ગાથામાં દૃષ્ટાંત સહિત સંક્ષેપમાં કર્યું. હવે બે ગાથામાં હે શિષ્ય ! તું નિશ્ચયનું કથન સાંભળ કે જે આત્માનાં પરિણામના આધારે . કરાયેલું છે.
જેમ કોઈ શિલ્પી-સુવર્ણકાર આદિ કારીગર હું કુંડલાદિ આ આ પ્રકારે કરું છું એવા આત્મપરિણામરૂપ કર્મને તન્મયપણે કરે છે તેવી રીતે જીવ પણ પોતાની શુદ્ધ પરિણતિના અભાવમાં મિથ્યાત્વરાગાદિ ભાવરૂપ કર્મને તન્મયપણે કરે છે. કાર્ય કરતો સુવર્ણકાર જેમ શ્રમથી દુઃખ લક્ષણવાળા આત્મપરિણામની ચેષ્ટાન્નુરૂપ કર્મફલને તન્મયપણે ભોગવે છે તેમ પોતાના શુદ્ધ આત્માનુભવરૂપ સુખના અભાવમાં જીવ વિભાવથી દુઃખલક્ષણવાળા આત્મપરિણામની ચેષ્ટાન્નુરૂપ કર્મફલને તન્મયપણે ભોગવે છે. અર્થાત્ શિલ્પીને હર્ષશોકના જે પરિણામ થાય છે તે કાર્યના શ્રમ સહિત હોવાથી દુઃખરૂપ જ છે. તેમ જીવને કર્મજનિત હર્ષશોકનાં જે પરિણામ થાય છે તે વિભાવસહિત હોવાથી વાસ્તવિક દુઃખરૂપ જ છે.
એમ આત્મા ભાવકર્મનો તન્મયપણે કર્તા ને ભોક્તા છે પણ દ્રવ્યકર્મ સાથે તન્મય નથી, માત્ર નિમિત્તનૈમિત્તિક સંબંધ છે તેથી દ્રવ્યકર્મનો કર્તા-ભોક્તા વ્યવહારથી કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org