________________
૨૬૪
કર્તા તે ભોક્તા નહીં, એ મત ગણે પ્રમાણ; જાણો મિથ્યાવૃષ્ટિ તે, જિનસિદ્ધાન્ત-અજાણ. ૩૪૭ એક કરે ભોક્તા અવર, એ મત ગણે પ્રમાણ; જાણો મિથ્યાવૃષ્ટિ તે, જિનસિદ્ધાન્ત-અજાણ. ૩૪૮
જીવ પ્રતિસમયે થતા અગુરુલઘુગુણરૂપ પરિણમનની અપેક્ષાએ ક્ષણિક હોવાથી અને અચલિત ચૈતન્ય સાથે સદા રહેનારા અન્વય ગુણોની અપેક્ષાએ નિત્ય હોવાથી કોઈ પ્રકારે નાશ પામે છે અને કોઈ પ્રકારે નાશ પામતો નથી, એમ જીવનું સ્વરૂપ દ્વિસ્વભાવી છે. તેથી જે કરે છે તે જ ભોગવે છે, કે એક કરે છે અને અન્ય ભોગવે છે એમ એકાન્તે કહી શકાય નહિ.
શ્રી સમયસાર
? '
તેવી જ રીતે પર્યાયાર્થિક નયવિભાગથી જોતાં જીવ ક્ષણે ક્ષણે નાશ પામે છે અને દ્રવ્યાર્થિક નયવિભાગથી જોતાં જીવ જ્ઞાનાદિગુણે નિત્ય રહે છે; તેથી જે કરે છે તે જ ભોગવે છે અથવા એક કરે છે અને અન્ય ભોગવે છે એમ એકાન્તે કહી શકાય નહિ.
આ પ્રમાણે અનેકાન્ત હોવા છતાં જે વર્તમાનની ક્ષણ છે તે જ પરમાર્થથી વસ્તુપણું છે, એમ વસ્તુના અંશમાં સંપૂર્ણ વસ્તુપણું કલ્પીને, શુદ્ધ વર્તમાનભાવરૂપ એકાંત ૠજીસૂત્રનયના પક્ષમાં સ્થિત થઈને, જેઓ બૌદ્ધમતની સમાન કહે છે કે, જે કરે છે તે તો નાશ પામે છે તેથી તે વેદતો નથી એમ એકાન્તે જેઓ માને છે તેઓ અર્હતના સ્યાદ્વાદ મતને ન જાણતા હોવાથી મિથ્યાવૃષ્ટિ છે.
Jain Educationa International
અથવા ફળ ભોગવતી વખતે અન્ય પર્યાય ઊપજે છે તેથી અન્ય કરે છે અન્ય ભોગવે છે, એમ એકાન્તે જે માને છે તે પણ મિથ્યાદૃષ્ટિ છે, અર્હતના મતમાં નથી; કારણકે વૃત્તિઅંશ-પર્યાય
For Personal and Private Use Only
www.jainelibrary.org