________________
૨૬૨
શ્રી સમયસાર
રહે છે ત્યારે સાક્ષાત્ અર્જા થાય છે. ત્યારે સ્વભાવનો જ માત્ર કર્તા હોવાથી આત્મા આત્માનો કર્તા છે એમ કહી શકાય. પરંતુ તે પહેલાં અકર્તા અથવા આત્મા આત્માનો કર્તા કહી શકાય નહિ. ૩૪૪
શાર્દૂલવિક્રીડિત माऽकर्तारममी स्पृशन्तु पुरुषं सांख्या इवाप्यार्हताः कर्तारं कलयंतु तं किल सदा भेदावबोधादधः । ऊर्ध्वं तूद्धतबोधधामनियतं प्रत्यक्षमेनं स्वयं पश्यन्तु च्युतकर्तृभावमचलं ज्ञातारमेकं परम् ॥२०५ ॥
અહિતના મતવાળા જૈનો પણ આત્માને સાંખ્યમતવાદીની પેઠે સર્વથા અકર્તા ન માનો. પરંતુ ભેદજ્ઞાન થાય તે પહેલાં આત્માને સદા કર્મનો કર્તા છે એમ જાણો અને ભેદજ્ઞાન થયા પછી પ્રબળપણે પોતાના જ્ઞાનધામમાં રહેલા આ આત્માને પોતાને કર્તાભાવથી યુત થયેલો એક પરમ અચળ જ્ઞાતા તરીકે પ્રત્યક્ષપણે જાઓ.
(કલશ ૨૦૫). હવે બૌદ્ધ આત્માને ક્ષણિક માને છે તેને અનુસરીને કોઈ એકાન્ત પર્યાયાર્થિક નયનું પ્રરૂપણ કરે છે તે મિથ્યા છે એમ કહે છે.
માલિની क्षणिकमिदमिहैकः कल्पयित्वात्मतत्त्वं निजमनसि विधत्ते कर्तृभोक्त्रोर्विभेदम् । अपहरति विमोहं तस्य नित्यामृतौघैः स्वयमयमभिषिचंश्चिच्चमत्कार एव ॥२०६॥ અહીં કોઈ એક આ આત્મતત્ત્વને એકાન્ત ક્ષણિક માનીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org