________________
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
પ્રત્યે આચાર્ય કહે છે કે એમ માનવાનો તારો સ્વભાવ પણ મિથ્યા
છે.
૩૪૧
કારણ કે આત્મા નિત્ય છે અને અસંખ્યાતપ્રદેશી છે. તેને હીનાધિક કરવાને કોઈ સમર્થ નથી, એમ શાસ્ત્રમાં કહ્યું છે. અર્થાત્ આત્મા નિત્ય હોવાથી તેને બનાવવાનું પ્રયોજન નથી કારણ કે નિત્યપણું ને કરાવાપણું એ બેને વિરોધ છે. ૩૪૨
૨૬૧
વળી લોકાકાશના પ્રદેશપ્રમાણ દરેક આત્માના પ્રદેશો છે તેને વધઘટ કરવા કોઈ સમર્થ નથી. તેમજ સૂકા અને ભીના ચામડાની જેમ નિયમથી જે સંકોચ વિસ્તાર થાય છે, તેને પણ આત્મા પોતે કરતો નથી. એ પ્રકારે આત્મા આત્માનો કર્તા નથી. ૩૪૩
અથવા એમ કહો કે આત્મા જ્ઞાયક ભાવવાળો હોવાથી પોતાના જ્ઞાનસ્વભાવને કરે છે અને કર્મનો કર્તા કર્મ જ છે, તો તે પણ મિથ્યા છે. કારણ કે આત્મા પોતાના જ્ઞાનસ્વભાવમાં સ્થિર રહે, ત્યારે તે જ્ઞાતાપણાને અને કર્તાપણાને અત્યંત વિરોધ હોવાથી મિથ્યાત્વાદિ થાય નહિ. પરંતુ મિથ્યાત્વાદિ તો થાય છે અને તે મિથ્યાત્વાદિરૂપ ભાવકર્મના કર્તા કર્મ છે એમ જે પ્રરૂપણ કરાય છે તે અજ્ઞાનરૂપ વાસનાનો ઉઘાડ છે. આત્મા જ્ઞાનસ્વભાવી છતાં અનાદિથી મિથ્યાત્વાદિના ઉદયમાં જ્ઞેયજ્ઞાનના ભેદરહિતપણે પરને આત્મા જાણતો, પર્યાય વિશેષની અપેક્ષાએ અજ્ઞાન પરિણામે પરિણમવાથી તેને ભાવકર્મનું કર્તાપણું છે. પરંતુ એ રીતે અનાદિથી અજ્ઞાનભાવે પરિણમતા આત્માને જ્યારે શેયજ્ઞાનનું ભેદવિજ્ઞાન થાય છે, ત્યારે આત્માને આત્મા જાણતો પર્યાય વિશેષની અપેક્ષાએ પણ જ્ઞાનસ્વરૂપે એટલે જ્ઞેયથી ભિન્ન જ્ઞાનપરિણામે પરિણમતો, માત્ર જ્ઞાતા જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org