________________
૨૫૮
શ્રી સમયસાર
अहवा मण्णसि मझं अप्पा अप्पाणमप्पणो कुणई । एसो मिच्छ सहावो तुम्हें एयं मुणंतस्स ॥३४१॥ अप्पा णिच्चो असंखिजपदेसो देसिओ उ समयहि । ण वि सो सक्कइ तत्तो हीणो अहिओ य काउं जे ॥३४२॥ जीवस्स जीवरूवं वित्थरदो जाण लोयमित्तं खु । तत्तो सो किं हीणो अहिओ य कहं कुणइ दव्वं ॥३४३॥ • अह जाणओ उ भावो णाणसहावेण अत्थि इत्ति मयं । तह्मा ण वि अप्पा अप्पयं तु सयमप्पणो कुणइ ॥३४४॥
જીવને કરતું જ્ઞાની ને, અજ્ઞાની પણ કર્મ; કર્મ સુવાડે જીવને, જગાડતું પણ કર્મ. ૩૩૨ સુખી કરે પણ કર્મ ને, દુઃખી કરે પણ કર્મ; કર્મ કરે મિથ્યાત્વી ને, અસંયમી પણ કર્મ. ૩૩૩ ઊર્ધ્વ અધો ઇહ લોકમાં, ભ્રમણ કરાવે કર્મ; કાર્ય શુભાશુભ થાય છે, કરે સર્વ તે કર્મ. ૩૩૪ જેથી કર્મ સઘળું કરે, હર્તા દાતા સોય; તેથી ઠરતું એમ કે, જીવ અકારક હોય. ૩૩૫ પુરુષવેદ સ્ત્રીને ચહે, નરને ચહે સ્ત્રીવેદ; એ આચાર્યપરંપરા, શ્રુતિનો પણ સંકેત. ૩૩૬ તેથી અમ ઉપદેશમાં અબ્રહ્મચારી ન કોય; કર્મ જ ઇચ્છે કર્મને, શ્રુતિ પ્રતિપાદન સોય. ૩૩૭ જે પ્રકૃતિ પરને હણે, પરથી વળી હણાય; નામકર્મની પ્રકૃતિ તે પરઘાત કહાય. ૩૩૮ તેથી અમ ઉપદેશમાં, ઘાતક જીવ ન કોય; કર્મ જ હણતું કર્મને, કપિલવચન છે સોય. ૩૩૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org