________________
૨૫૯
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર સાંખ્યતણો ઉપદેશ એ, પ્રરૂપે શ્રમણાભાસ; તેથી અકર્તા જીવ ઠરે, પ્રકૃતિ કર્તા ખાસ. ૩૪૦ “મુજ આત્મા મુજ આત્માને કરે' એમ તું માન; તે મિથ્યાત્વસ્વભાવ તુજ, મિથ્યા તુજ પ્રમાણ. ૩૪૧ આત્મા સશાસ્ત્ર કહ્યો, નિત્ય અસંખ્ય પ્રદેશ; કરવા હીનાધિક તે, કોઈ સમર્થ ન લેશ. ૩૪૨ જીવપ્રદેશ વિસ્તારથી, લોક પ્રમાણ ગણાય; હીનાધિક ના થાય તે, ન જેવદ્રવ્ય કરાય. ૩૪૩ જ્ઞાયકભાવ રહે કહો, જ્ઞાયકભાવે, સ્થિત; તો પણ આત્મા આત્મનો, કર્તા નહીં ખચીત. ૩૪૪
સાંખ્યમત પ્રમાણે પ્રકૃતિ કર્તા છે અને આત્મા કૂટસ્થ અપરિણામી હોવાથી અકર્તા છે. તેને અનુસરીને કેટલાક શ્રમણો પણ એમ પ્રરૂપે છે કે કર્મપ્રકૃતિઓ એકલી જ કર્તા છે. જેમકે :
જ્ઞાનાવરણ કર્મના ઉદયથી અજ્ઞાન થાય છે અને જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી જ્ઞાન થાય છે તેથી કર્મવડે જ આત્મા અજ્ઞાની કે જ્ઞાની કરાય છે. તેવી રીતે નિદ્રા નામના દર્શનાવરણ કર્મના ઉદયથી નિદ્રા આવે છે અને તેના ક્ષયોપશમથી જાગૃત થવાય છે. તેથી કર્મવડે જ ઊંઘાડાય છે, કે જગાડાય છે. ૩૩ર
વળી શાતાવેદનીના ઉદય વગર સુખની પ્રાપ્તિ નથી તેથી કર્મ જ સુખી કરે છે અને અશાતાવેદનીના ઉદયથી કર્મ જ આત્માને દુઃખી કરે છે. તેમ દર્શનમોહના ઉદયથી જીવ મિથ્યાદ્રષ્ટિ થાય છે અને ચારિત્રમોહના ઉદયથી અસંયમી કરાય છે. ૩૩૩
આનુપૂર્વી કર્મના ઉદયથી જીવ ઊંચે દેવલોકમાં, નીચે નરકમાં અને તિછ મધ્યલોકમાં લઈ જવાય છે. તેથી કર્મ વડે જ જીવને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org