________________
૨૫૬
नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः ॥२०३॥
શ્રી સમયસાર
ભાવકર્મ કાર્ય હોવાથી કોઈના કર્યા વગર થતાં નથી. તે જીવ અને પ્રકૃતિ એ બન્નેનાં નથી, કારણ કે તેથી જ્ઞાનરહિત એવી પ્રકૃતિને પોતાના કર્મનું ફળ ભોગવવારૂપ ભાવનો પ્રસંગ આવે; વળી તે ભાવકર્મ (કૃતિઃ) એકલી પ્રકૃતિનાં નથી, કારણ કે પ્રકૃતિ તો અચેતન પ્રકાશે છે. તેથી જીવ જ તેનો કર્તા છે અને તે ભાવકર્મ જીવનાં કર્મ છે, કારણ કે તે પરિણામ જ્ઞાનસ્વરૂપ એવા આત્માને અનુસરનારાં છે, જ્ઞાનરહિત એવા પુદ્ગલને અનુસરનારાં નથી. (કલશ ૨૦૩)
હવે આત્મા એકાન્તે અકર્તા છે અને જ્ઞાન, અજ્ઞાન, સુખ, દુ:ખ આદિ સર્વ કર્મપ્રકૃતિ વડે જ કરાય છે, એવી સાંખ્યમત અનુસાર એકાન્ત માન્યતા કરનાર પ્રતિ, આત્મા કથંચિત્ કર્તા છે, એવી વસ્તુસ્થિતિને સ્યાદ્વાદયુક્ત વચનથી દર્શાવે છે. તે વિષે આદ્યકલશ કહે છે :
શાર્દૂલવિક્રીડિત
कर्मैव प्रवित कर्तृ हतकैः क्षिप्त्वात्मनः कर्तृतां कर्तात्मैष कथंचिदित्यचलिता कैश्चिच्छ्रुतिः कोपिता । तेषामुद्धतमोहमुद्रितधियां बोधस्य संशुद्ध स्याद्वादप्रतिबंधलब्धविजया वस्तुस्थितिः स्तूयते ॥ २०४ ॥
આત્માના કર્તાપણાનું સર્વથા ખંડન કરનારા એવા કેટલાક મતવાદીઓએ, કર્મ જ કર્તા છે એમ તર્ક કરીને, આત્મા કથંચિત્ કર્તા છે એવી જે અચલિત શ્રુતિ તેને કોપાયમાન કરી છે; અર્થાત્ ત્રિકાલાબાધિત સત્ય એવાં ભગવાનનાં વચનોનો વિરોધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org