________________
શ્રી સમયસાર
જેઓ આ વસ્તુસ્વભાવના નિયમને જાણતા નથી તેઓ, અજ્ઞાનમાં ડૂબી ગયું છે તેજ-વર્ચસ જેનું એવા તે, બિચારા કર્મ કરે છે, ત્યારે પણ આત્મા તો માત્ર ભાવકર્મનો જ કર્તા થાય છે. કારણ કે રાગાદિ ભાવકર્મનો કર્તા ચેતન પોતે જ છે, અન્ય પુદ્ગલ આદિ રાગાદિના કર્તા નથી. (કલશ ૨૦૨) અહીં શિષ્ય પ્રશ્ન પૂછે છે કે આપે કર્મ બે રૂપે કહ્યાં તેમાં દ્રવ્યકર્મ પુદ્ગલરૂપ છે અને તેનો કર્તા આત્મા નથી એમ કહ્યું. હવે આ ભાવકર્મ ચેતનરૂપ છે એમ આપ કહો છો તો તેનો કર્તા ને ભોક્તા ચેતન છે ? અચેતન છે ? કે બન્ને છે ?
૨૫૪
તેના ઉત્તરમાં આચાર્ય મિથ્યાત્વપ્રકૃતિનું દૃષ્ટાંત આપીને સમજાવે છે કે ભાવકર્મનો કર્તાભોક્તા અન્ય નથી પણ આત્મા જ છે :
मिच्छत्तं जइ पयडी मिच्छाइट्ठी करेइ अप्पाणं । तला अचेयणा ते पयडी णणु कारगो पत्तो ॥ ३२८ ॥ अहवा एसो जीवो पुग्गलदव्वस्स कुणइ मिच्छत्तं ।
तह्मा पुग्गलदव्वं मिच्छाइट्ठी ण पुण जीवो ॥ ३२९ ॥ अह जीवो पयडी तह पुग्गलदव्वं कुणंति मिच्छत्तं । तह्मा दोहि कयं तं दोण्णिवि भुंजंति तस्स फलं ॥३३०॥ अह ण पयडी ण जीवो पुग्गलदव्वं करेदि मिच्छत्तं । तह्मा पुग्गलदव्वं मिच्छत्तं तं तु ण हु मिच्छा ॥ ३३९ ॥ જડપ્રકૃતિ મિથ્યાત્વથી, જીવ મિથ્યાત્વી કરાય; તો તો પુદ્ગલ પ્રકૃતિ, કર્તા બની ગણાય. ૩૨૮ આત્મા પુદ્ગલને કરે, જો મિથ્યાત્વસ્વરૂપ; પુદ્ગલ મિથ્યાત્વી બને, પણ નહિ જીવ તદ્રુપ. ૩૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org