________________
૨૫૧
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
કહે લોક વિષ્ણુ કરે, સુર નર નારક જેમ; આત્મા કરે છકાયને, શ્રમણ ગણે જો એમ, ૩૨૧ લોક શ્રમણ મત એક તો, ભેદ ન ભાસે ત્યાંય; વિષ્ણુ કર્તા જન ગણે, શ્રમણ ગણે જીવ જ્યાંય; ૩૨૨ લોક શ્રમણ એ ઉભયનો, મોક્ષ ન એમ ભળાય; સુરનર નારક લોકત્રય, કરતાં એમ સદાય. ૩૨૩ . વીતરાગ ધર્મ સ્યાદ્વાદથી યુક્ત તથા મોક્ષને આપનાર લોકોત્તર-અલૌકિક છે અને અન્ય મતો માત્ર સાંસારિક ફળ આપનાર હોવાથી લૌકિક છે.
લોકના મત પ્રમાણે સુર નારક તિર્યંચ મનુષ્યથી યુક્ત આ સૃષ્ટિને વિષ્ણુ અથવા ઈશ્વરે ઉત્પન્ન કરી છે એમ માનવામાં આવે છે, તેવી જ રીતે શ્રમણ-લોકોત્તર વીતરાગ મતમાં પણ જો એમ માનવામાં આવે કે છકાય જીવ અથવા દેહ, કર્મ વગેરેને આત્મા ઉત્પન્ન કરે છે, તો લોકના મિથ્યામતમાં અને શ્રમણોના મતમાં ખાસ વિશેષતા ન રહે. કારણ કે લોકના મત પ્રમાણે વિષ્ણુ કર્તા છે, તેવી રીતે શ્રમણના મત પ્રમાણે આત્મા કર્તા થાય. એ બન્ને સિદ્ધાંત સરખા ભૂલવાળા છે, તેથી વિષ્ણુને કર્તા માનનાર લોકોની જેમ, આત્માને એ કાન્ત દેહાદિનો કર્તા માનવાથી તેને નિત્યદ્ભૂત્વપણાને પ્રસંગ આવે. એમ હંમેશાં કર્તા માનવાથી લોકોત્તર મતવાળા મુનિઓ પણ મોક્ષ પામે નહિ.
અનુષુપ नास्ति सर्वोऽपि संबंधः परद्रव्यात्मतत्त्वयोः । कर्तृकर्मत्वसंबंधाभावे तत्कर्तृता कुतः ॥२०० ॥ પરદ્રવ્ય સાથે આત્માનો સર્વ સંબંધમાંથી કોઈ પણ પ્રકારનો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org