SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ શ્રી સમયસાર છે. તેમ જ્ઞાન-સ્વરૂપ આત્મા પણ સ્વયં દ્રષ્ટિરૂપ-દ્રષ્ટા છે. તે કર્મથી અત્યંત ભિન્નપણાને લીધે નિશ્ચયથી કર્મને કરવા ભોગવવાને અસમર્થ છે. તેથી કર્મને કરતો કે વેદતો નથી. પરંતુ જ્ઞાનસ્વભાવવાળો હોવાથી કર્મના ઉદય, બંધ, મોક્ષ, નિર્જરા વગેરેને માત્ર જાણે જ છે. આ પ્રમાણે સાદ્વાદથી કર્તાપણું અને ભોક્તાપણું હોવા વિષે અને ન હોવા વિષે સમજાવ્યા પછી હવે જે એકાન્તવાદીઓ જૈનમાં તેમજ અન્ય મતોમાં છે તેઓની માન્યતાઓમાં જે દોષ આવે છે તે દર્શાવી સ્યાદ્વાદયુક્ત અનેકાંત વસ્તુસ્થિતિને પ્રગટ કરે છે : અનુરુપ ये तु कर्तारमात्मानं पश्यंति तमसा तताः । सामान्यजनवत्तेषां न मोक्षोऽपि मुमुक्षुताम् ॥१९९॥ અજ્ઞાનાંધકારથી વ્યાપ્ત થયેલા જેઓ આત્માને કર્તાપણે જાએ છે તેઓને મુમુક્ષતા હોવા છતાં સામાન્ય મનુષ્યોની સમાન મોક્ષ થતો નથી. (કલશ ૧૯૯) જેઓ આત્માને એકાન્ત ર્તા માને છે તેઓને ઈશ્વર કે વિષ્ણુ કર્તા છે એમ માનનાર લોકસમુદાયની સમાન મોક્ષ થતો નથી. તે કહે છે :लोयस्स कुणइ विण्हू सुरणारयतिरियमाणुसे सत्ते । समणाणं पि य अप्या जइ कुव्वइ छविहे काये ॥३२१॥ लोयसमणाणमेयं सिद्धंतं जइ ण दीसइ विसेसो । लोयस्स कुणइ विण्हू समणाण वि अप्पओ कुणइ ॥३२२॥ एवं ण कोवि मोक्खो दीसइ लोयसमणाण दोण्हं पि । णिच्चं कुव्वंताणं सदेवमणुयासुरे लोए ॥३२३॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy