________________
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૨૪૯
જ્ઞાની કર્મને કરતા નથી અને તેના ફળને વેદતા નથી. આ કર્મનો સ્વભાવ છે એમ માત્ર જાણે છે; પરંતુ જાણતા છતાં પણ કર્તાભોક્તાપણાનો અભાવ હોવાથી શુદ્ધસ્વભાવમાં નિશ્ચળ રહેલા તેઓ મુક્ત જ છે.
(કલશ ૧૯૮)
એ જ વાતનું સમર્થન કરે છે.
:
वि कुव्व णवि वेयइ णाणी कम्माइ बहुपयाराई । जाणइ पुण कम्मफलं बंधं पुण्णं च पावं च ॥ ३९९ ॥ કરે નહીં વેદે નહીં, જ્ઞાની કર્મ પ્રબંધ; કેવલ જાણે કર્મફલ, પુણ્ય પાપ ને બંધ. ૩૧૯
જ્ઞાનીને કર્મચેતના અને કર્મફલચેતનાના અભાવથી સ્વયં અકર્તાપણું અને અભોક્તાપણું છે. તેથી તેઓ કર્મ કરતા નથી અને વેદતા પણ નથી. પરંતુ જ્ઞાનચેતનાયુક્ત હોવાથી જ્ઞાતાપણે શુભાશુભ કર્મબંધ-કર્મફલને માત્ર જાણેજ છે.
એ કેવી રીતે ? તે દૃષ્ટાંતથી કહે છે :
दिट्ठी जहेव णाणं अकारयं तह अवेदयं चेव । जाणइ य बंधमोक्खं कम्मुदयं णिज्जरं चेव ॥ ३२० ॥ કારક વેદક જ્ઞાન નહિ, ચક્ષુસમ નિર્દોષ; કેવલ જાણે બંધ ને, ઉદય, નિર્જરા મોક્ષ. ૩૨૦
જેવી રીતે લોકમાં દ્રશ્યથી દૃષ્ટિ અત્યંત ભિન્ન હોવાથી દૃશ્યને કરવા ભોગવવા અસમર્થ છે, તેથી તે દૃશ્યને કરતી કે વેદતી નથી. નહિ તો અગ્નિને જોતાં બળતણની જેમ તેને પ્રજ્વલિત કરનારી થાય અને લોઢું જેમ અગ્નિમાં તપે તેમ પોતે તપી પણ જાય. પરંતુ દૃષ્ટિ માત્ર દર્શન સ્વભાવવાળી હોવાથી વસ્તુને કેવળ જાએ જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org