________________
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
શાર્દૂલવિક્રીડિત
अज्ञानी प्रकृतिस्वभावनिरतो नित्यं भवेद् वेदको ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचित् वेदकः । इत्येवं नियमं निरूप्य निपुणैरज्ञानिता त्यज्यतां शुद्धैकात्ममये महस्यचलितैरासेव्यतां જ્ઞાનિતા ||૧૧૭ ||
૨૪૭
અજ્ઞાની પ્રકૃતિના સ્વભાવમાં નિરત (આસક્ત, તલ્લીન) હોવાથી હમેશાં ભોક્તા થાય છે; જ્ઞાની તો પ્રકૃતિ-સ્વભાવથી વિરત (અનાસક્ત, ઉદાસીન) છે તેથી ક્યારેય ભોક્તા થતા નથી. આ પ્રકારના નિયમને યથાર્થ વિચારીને પોતાનું હિત ઇચ્છનાર ચતુર પુરુષોએ અજ્ઞાનતા તજી દેવી અને કેવળ શુદ્ધાત્મસ્વરૂપ તેજમાં અચળપણે પરિણમવાવડે જ્ઞાનભાવનું સેવન કરવું યોગ્ય છે. (કલશ ૧૯૭)
અજ્ઞાની પ્રકૃતિસ્વભાવને છોડતો ન હોવાથી અવશ્ય કર્મનો ભોક્તા થાય છે એ નિયમને દૃષ્ટાંતપૂર્વક કહે છે :
ण मुयइ पयडिमभव्वो सुड्डुवि अज्झाइऊण सत्थाणि । गुडदुर्द्धपि पिबंता ण पण्णया णिव्विसा हुंति ॥३१७॥ અભવ્ય ભણી સુશાસ્ત્રને, તજે ન પ્રકૃતિ-દર્પ; દૂધ મધુર પીવા છતાં, વિષ તજે નહિ સર્પ. ૩૧૭
જેમ વિષભાવ દૂર કરવાને સમર્થ એવું સાકરવાળું મીઠું દૂધ પીવા છતાં સર્પ નિર્વિષ થતો નથી, તેવી રીતે કર્મભાવ દૂર કરવાને સમર્થ એવાં વીતરાગ શાસ્ત્રો સારી રીતે ભણવા છતાં અભવ્ય જીવ શુદ્ધાત્મજ્ઞાનરૂપ ભાવશ્રુતના અભાવમાં મિથ્યાત્વ, રાગાદિરૂપ પ્રકૃતિસ્વભાવને છોડતો નથી. તેથી એવો નિયમ કરાય છે કે અજ્ઞાની પ્રકૃતિસ્વભાવમાં જ પરિણમતો હોવાથી વેદક (ઉદયાગત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org