SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૪૩ જેવી રીતે સુવર્ણ પોતાના પર્યાયો કંકણ કડાં વગેરે સાથે એકરૂપ અનન્ય છે, તેવી રીતે દરેક દ્રવ્ય પોતપોતાના પર્યાયો સાથે અનન્ય છે. ચેતનના પર્યાય ચેતન જ છે, અચેતન નથી; અને અચેતનનાં પર્યાય અચેતન જ છે, ચેતન નથી. જિનોક્ત પરમાગમ સૂત્રમાં જીવઅજીવ દ્રવ્યનાં જે જે પર્યાય પરિણમે છે. તેથી દ્રવ્ય ને તેનાં પરિણામ અનન્ય છે એમ જાણો. આત્મા કર્મ-નોકર્મથી ઉત્પન્ન થતો નથી તેથી અજીવના કાર્યરૂપ નથી અને ઉપાદાનપણે કર્મ-નોકર્મને ઉત્પન્ન કરતો નથી તેથી અજીવના કારણરૂપ પણ નથી. પરંતુ કર્મ-નોકર્મનું નિમિત્ત પામીને આત્મા નરનારકાદિરૂપે ઉત્પન્ન થાય છે, અને આત્માના વિભાવભાવોનું નિમિત્ત પામીને કર્મ-નોકર્સ ઉત્પન્ન થાય છે, તે સમજાવવા માટે અન્ય ઉપાય ન હોવાથી માત્ર ઉપચારથી કર્તા કર્મની સિદ્ધિ છે. નિશ્ચયથી જીવને અજીવના કર્તાપણાની સિદ્ધિ થતી નથી, તેથી આત્મા પરદ્રવ્યનો અર્તા જ સ્થિત રહે છે. " શિખરિણી अकर्ता जीवोऽयं स्थित इति विशुद्धः स्वरसतः स्फुरच्चिज्योतिर्भिश्छुरितभुवनाभोगभवनः तथाऽप्यस्यासौ स्याद्यदिह किल बंधः प्रकृतिभिः स खल्वज्ञानस्य स्फुरति महिमा कोऽपि गहनः ॥१९५।। એમ આ જીવ પોતાના રસથી વિશુદ્ધ હોવાથી અકર્તા છે. તે સ્કુરાયમાન થતી ચૈતન્યજ્યોતિ વડે લોકના સર્વ પદાર્થોને પ્રતિબિંબિત થવાનું સ્થાન છે. તેમ છતાં આત્માને સંસારમાં પ્રકૃતિઓ વડે આ બંધ થાય છે એમ કહેવું એ ખરેખર અજ્ઞાનનો કોઈ ગહન મહિમા છે. (કલશ ૧૯૫) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy