________________
૨૪૪
શ્રી સમયસાર ભાવાર્થ - શુદ્ધનયથી જીવ પરદ્રવ્યનો કર્તા નથી, પરંતુ કેવળજ્ઞાન સ્વરૂપ હોવાથી સમસ્ત પદાર્થોને પ્રતિબિંબિત થવાનું સ્થાન છે. આવો પ્રભાવવાળો છતાં અજ્ઞાનનો કોઈ એવો ગહન મહિમા છે કે જેથી આત્મા પ્રકૃતિથી બંધાઈને જન્મમરણ કરે છે.
શુદ્ધ એવા આત્માને જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થાય છે એ અજ્ઞાનનું માહાભ્ય કેવી રીતે છે તે બતાવે છે :
चेया उ पयडीअटुं उप्पज्जइ विणस्सइ । पयडी वि चेययटुं उप्पजइ विणस्सइ ॥३१२॥ एवं बंधो उ दुण्हं वि अण्णोण्णप्पच्चया हवे । अप्पणो पयडीए य संसारो तेण जायए ॥३१३॥ ચેતન ઊપજે વિણસે, પ્રકૃતિ નિમિત્ત ત્યાંય; જીવ નિમિત્તે પ્રકૃતિ- વ્યય ઉત્પાદ જણાય. ૩૧૨ એમ પરસ્પર હેતુથી, થાય બંધ વ્યવહાર; આત્મા પ્રકૃતિ ઉભયથી, ઉદ્ભવતો સંસાર. ૩૧૩
અનાદિ કાળથી જીવ નિશ્ચિત સ્વલક્ષણના અજ્ઞાનથી પર ને આત્માનો એકત્વ અધ્યાસ કરવાથી કર્તા થતો પ્રકૃતિનિમિત્તે પરભાવમાં પરિણમતો ઊપજે છે ને નાશ થાય છે. અર્થાત્ વિભાવભાવે પરિણમે છે. પ્રકૃતિ પણ આત્માના રાગાદિ વિભાવ પરિણામોનું નિમિત્ત પામીને જ્ઞાનાવરણાદિ કર્મરૂપે ઊપજે છે અને નાશ થાય છે. એમ આત્મા ને પ્રકૃતિને વાસ્તવિક કર્તાકર્મપણાનો અભાવ થતાં અન્યોન્યના નિમિત્તનૈમિત્તિકભાવે બંધ થાય છે. તેથી સંસાર થાય છે. એ રીતે કર્તાકર્મનો વ્યવહાર છે, તે અજ્ઞાનનો જ મહિમા છે.
એમ ક્યાં સુધી અજ્ઞાની રહે છે ? તે કહે છે -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org