________________
૨૪૧
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર હવે સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે.
| મંદાક્રાંતા नीत्वा सम्यक् प्रलयमखिलान् कर्तृभोक्त्रादिभावान् दूरीभूतः प्रतिपदमयं बंधमोक्षप्रक्लृप्तेः । શુદ્ધ: શુદ્ધ સ્વરસવિસર પૂofપુળ્યાવસાર્વિष्टं कोत्कीर्ण प्रकटमहिमा स्फूर्जति ज्ञानपुंजः ॥१९३॥
સર્વ કર્તાભોક્તાદિ ભાવોને સારી રીતે ક્ષય કરીને અને દરેક અવસ્થામાં જેમાંથી બંધમાક્ષની કલ્પના પણ દૂર થઈ છે, જે રાગાદિથી અને કર્માવરણથી રહિત હોવાથી શુદ્ધ શુદ્ધ અત્યંત શુદ્ધ છે, જે પોતાના રસના ફેલાવથી સંપૂર્ણ, પવિત્ર અને અચળ જ્યોતિરૂપ છે તથા જે ટંકોત્કીર્ણ સદા પ્રગટ રહેવારૂપ માહાલ્યવાન છે એવો આ જ્ઞાનકુંજ ઉદય થાય છે. અર્થાત્ સર્વવિશુદ્ધ કેવળજ્ઞાન ઉદય થાય છે.
(કલશ ૧૯૩) આ છેલ્લો અધિકાર સમયસાર ગ્રંથની ચૂલિકા એટલે ઉપસંહારરૂપે છે. ચૂલિકામાં ઉક્ત-કહેલી વાત અગત્યની હોવાથી ફરી કહે, અનુક્ત--કોઈ વાત કહેવાની રહી ગઈ હોય તે કહે અને મિશ્ર, એમ રહ્યુંસહ્યું કથન સંક્ષેપથી કરાય છે, તેમ અહીં પણ કર્યું છે.
અશુદ્ધ સંસારી જીવ અશુદ્ધ નિશ્ચયનયથી કર્તુત્વભોક્નત્વ, બંધમોક્ષાદિ સહિત છે; પરંતુ સર્વવિશુદ્ધ પારિણામિકભાવગ્રાહકપણે, શુદ્ધ ઉપાદાનરૂપે અથવા શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી તે કર્તુત્વભાક્નત્વ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org