________________
[૨૫]
વિષય લહે છે અને અશુદ્ધ જાણે તે અશુદ્ધાત્માને લહે છે. કેવા પ્રકારે સંવર થાય છે?
૧૫૦ ગાથા (૧૮૭-૧૮૯) કર્મ-નોકર્મ આદિ સર્વ પરભાવને ન ચિંતવતો આત્મા આત્માવડે આત્માને જ ધ્યાવતો એકત્વમાં સ્થિર થાય છે ત્યારે શુદ્ધ દર્શનજ્ઞાનમય સ્વાત્માને અનુભવે છે. એમ કરતાં અનુક્રમે મુક્ત થાય છે. કેવા ક્રમે સંવર થાય છે?
૧૫૨ 'ગાથા (૧૯૦-૧૯૨) આત્માને મિથ્યાત્વાદિના ભેદજ્ઞાનથી શુદ્ધાત્મામાં પરિણમે ત્યારે રાગદ્વેષાદિ ભાવાસવનો અભાવ થાય તેથી કર્મ આવતાં અટકે. એમ કર્મનો અભાવ થવાથી નોકર્મનો અભાવ થાય. તેથી સંસારનો અભાવ થાય. એમ કર્મ, નોકર્મ અને સંસારનું અટકી જવું એ રૂપ સંવર છે.
૬. નિર્જરા અધિકાર સમ્યગ્રુષ્ટિના ભોગ પણ નિર્જરા અર્થે છે :
૧પપ ગાથા (૧૯૩-૧૯૪) સમ્યવૃષ્ટિને ભોગ છતાં પણ દ્રવ્ય અને ભાવે નિર્જરા થાય છે. (૧૯૫) તેમાં, જ્ઞાનસામર્થ્ય : વિષવૈદ્યનું દ્રષ્ટાંત (૧૯૬) વૈરાગ્ય સામર્થ્ય : મઘવિરક્તનું દ્રષ્ટાંત, એ બે કારણ છે. (૧૯૭) સેવે પણ નથી સેવતા, કાર્ય કરનારનું વ્રષ્ટાંત. સમ્યગ્દષ્ટિ સ્વપરને ભિન્ન કેવી રીતે જાણે છે?
૧૫૯ ગાથા (૧૯૮) સામાન્યપણે ઉદિત કર્મને આત્માથી ભિન્ન જાણે. (૧૯) વિશેષપણે રાગ, દ્વેષ, કર્મ નોકર્મ આદિને ભિન્ન જાણે. (૨૦૦) એમ ભેદજ્ઞાનથી આત્માને જ્ઞાયક જાણતાં કર્મફળને હેય જ જાણે. (૨૦૧-૨૦૨) જેને પરમાણુ માત્ર પણ રાગ હોય તે શ્રુતકેવલી જેવા હોય તો પણ મિથ્યાદ્રષ્ટિ જ છે. માટે સંસાત્નો રાગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org