________________
૨૩૮
શ્રી સમયસાર
अतो हताः प्रमादिनो गताः सुखासीनतां प्रलीनं चापलमुन्मूलितमालंबनम् । आत्मन्येवालानितं च चित्तमासंपूर्णविज्ञानघनोपलब्धेः ॥१८८॥
આથી જે (ધર્મક્રિયામાં) પ્રમાદી છે તે તો વિષયસુખોમાં આસક્ત હોવાથી નાશ પામેલા છે. તેમ જ જે ક્રિયાકાંડની ચપળતામાં અત્યંત લીન થઈને નિશ્ચયરૂપ ધ્યેયના અવલંબનને છોડી દે છે, તેઓ પણ નાશ પામેલા છે. તેથી સંપૂર્ણ વિજ્ઞાનઘનની પ્રાપ્તિ થતાં સુધી ચિત્તરૂપી હાથીને આત્મારૂપી થાંભલા સાથે બાંધી રાખવો જોઈએ. અર્થાત્ ધર્મધ્યાન વડે યથાશક્તિ ચિત્તને આત્મામાં લીન કરવું જોઈએ.
(કલશ ૧૮૮) વસંતતિલકા यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतं तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात् । । तत्किं प्रमाद्यति जनः प्रपतन्नधोऽधः किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः ॥१८९ ।।
જ્યાં શુભક્રિયારૂપ પ્રતિક્રમણને પણ વિષકુંભ કહ્યો છે ત્યાં અશુભક્રિયારૂપ અપ્રતિક્રમણ તો અમૃત કયાંથી જ થાય ? તો મનુષ્ય નીચે નીચે પડતો પ્રમાદ શા માટે કરે છે ? પ્રમાદરહિત થઈને ઊંચે ઊંચે શા માટે ચઢતો નથી? (કલશ ૧૮૯) -
પૃથ્વી प्रमादकलितः कथं भवति शुद्धभावोऽलसः कषायभर गौर वादलसत्ता प्रमादो यतः । अतः स्वरसनिर्भरे नियमितः स्वभावे भवन् मुनिः परमशुद्धतां व्रजति मुच्यते वाऽचिरात् ॥१९॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org